'મન કી બાત'માં ઉલ્લેખ કરાયો છે એવા ૧૮ મહાનુભાવોનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સન્માન
'મન કી બાત' દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને એકતાના તાંતણે બાંધ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 'મન કી બાત' ના સતત ૧૦૦ મા એપિસોડના પ્રસારણ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, સમગ્ર વિશ્વની કદાચ આ એક માત્ર ઘટના હશે કે, પ્રધાનમંત્રી કક્ષાના નેતાએ રેડિયોના માધ્યમથી પોતાના દેશવાસીઓ સાથે સતત આટલા મહિનાઓ સુધી નિયમિત રીતે સંવાદ કર્યો હોય.

ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય-પ્રસાર ભારતી દ્વારા આજે રાજભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'મન કી બાત' ના ૧૦૦ મા એપિસોડના વિશેષ પ્રસારણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાતના પદ્મ પુરસ્કાર વિજેતાઓ, 'મન કી બાત'ના અત્યાર સુધીના એપિસોડમાં જેમનો ઉલ્લેખ કરાયો છે એવા મહાનુભાવો અને મહેમાનોએ આકાશવાણી પરથી પ્રસારિત કાર્યક્રમ 'મન કી બાત' ના ૧૦૦ મા એપિસોડનું પ્રસારણ સમૂહમાં માણ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ, ચિંતન અને વિચારો હંમેશા રાષ્ટ્રને સમર્પિત રહ્યા છે. 'મન કી બાત' દ્વારા તેમણે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક-ભૌતિક વિરાસત પ્રત્યે દેશ અને દુનિયામાં સન્માનભાવ પ્રગટે એવા પ્રયત્નો કર્યા છે. સામાન્ય નાગરિકોને તેઓ તેમના ક્ષેત્રમાં નવા કીર્તિમાન પ્રસ્થાપિત કરે એવી સમર્થતા આપી છે. આત્મશ્લાઘા વિના સેવા કરતા લોકોને તેમણે વૈશ્વિક ઓળખ આપી છે. નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં એવા લોકોને પદ્મ પુરસ્કારોથી પોંખવામાં આવ્યા છે જેમણે આટલા મોટા સન્માનની ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. આ દેશના લોકો જ એકબીજાની પ્રેરણા બને એવા પ્રયત્નો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે.
'મન કી બાત' ૨૨ ભારતીય ભાષાઓ, ૨૯ બોલીઓ અને ૧૧ વિદેશી ભાષામાં પ્રસારિત થાય છે. આજે પ્રસારિત થયેલા ૧૦૦ મા એપિસોડને ચાર લાખ સ્થાનોએ સમૂહમાં બેસીને લોકોએ સાંભળ્યો હતો. શ્રોતાઓમાં ૬૫ ટકા યુવાનો છે. 'મન કી બાત'માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અત્યાર સુધીમાં ૨૨ જેટલા ગુજરાતી વ્યક્તિઓ અને સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો છે. ભારતની ૭૦૦ વ્યક્તિઓ અને ૩૦૦ સંગઠનોનો તેમણે 'મન કી બાત'માં ઉલ્લેખ કર્યો છે, એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, 'મન કી બાત' ના રેડિયો પ્રસારણથી આકાશવાણીને અને લાખો શ્રોતાઓને પત્ર લખતાં કરીને ટપાલ વિભાગને તેમણે નવી ચેતના આપી છે. દેશના ગૌરવ અને ગરીમાને વિશ્વભરમાં પ્રસ્થાપિત કરવા હંમેશાં પ્રયત્નશીલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દેશને નવી દિશા આપી છે. રાષ્ટ્રને મહાન બનાવવાના તેમના પ્રયત્નોમાં સહભાગી થવા, પોતપોતાનું યોગદાન આપવા તેમણે સૌને આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે જાણીતા લેખક-સાહિત્યકાર-પત્રકાર પદ્મ દેવેન્દ્રભાઈ પટેલ, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ પદ્મ મુક્તાબેન ડગલી, કચ્છ-નિરોણાના રોગાન કલાકાર પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી, વંચિત અને ગરીબ વર્ગોના કલ્યાણ માટે પ્રયત્નશીલ સમાજ સેવિકા મિત્તલબેન પટેલ અને ગુજરાતી ભાષાના જાણીતા કવિ તુષાર શુક્લએ 'મન કી બાત' કાર્યક્રમ સંદર્ભે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા 'મન કી બાત' ના ૧૦૦ મા એપિસોડ અંતર્ગત વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. 'મન કી બાત'માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના જે નાગરિકોનો ઉલ્લેખ કર્યો છે એવા ૧૮ મહાનુભાવોનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સન્માન કર્યું હતું.
સમારોહના આરંભે સૂચના અને પ્રસારણ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ પ્રકાશ મગદુમે સ્વાગત ઉદબોધન કર્યું હતું. 'મન કી બાત'ના ૧૦૦ મા એપિસોડના આ વિશેષ પ્રસારણમાં કલા અને સાહિત્ય ક્ષેત્રના આગેવાનો, આગેવાન ખેડૂતો, અગ્રણી ઉદ્યોગપતિઓ, શિક્ષણ અને મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
