રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેડી ગવર્નર દર્શના દેવી સાથે સંસ્કૃતિ કુંજમાં વસંતોત્સવની મજા માણી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને લેડી ગવર્નર દર્શના દેવીએ ગાંધીનગરમાં સાબરમતી નદીના કોતરોમાં રચાયેલા સંસ્કૃતિ કુંજમાં વસંતોત્સવની મુલાકાત લીધી.
ભારતના વિવિધ પ્રાંત અને પ્રદેશોના લોકકલાકારો અને હસ્તકલા કારીગરોને પ્લેટફોર્મ મળે તથા ભારતની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય કેળવાય એવા ઉદ્દેશ સાથે યોજાઈ રહેલા વસંતોત્સવે ગાંધીનગરમાં ભારે લોકપ્રિયતા મેળવી છે.

યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત વસંતોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને દર્શના દેવીએ ઓરિસ્સાના કિશોરો દ્વારા પ્રસ્તુત ગોટીપૂવા નૃત્યથી અત્યંત પ્રભાવિત થયા હતા.
કર્ણાટકના કલાકારોના ઢોલુકૂનીથા, આસામના બિહુ નૃત્ય અને ગુજરાતના મંજીરા રાસ તથા અંકલેશ્વરના કલાકારો દ્વારા પ્રસ્તુત વસાવા નૃત્યને તેમણે પ્રસન્નતાપૂર્વક માણ્યા હતા.
રાજ્યપાલે ગુજરાતના લોકગાયક ભાવેશ આહીરનું સન્માન કર્યું હતું. ભાવેશ આહીરે તળપદી ભાષામાં પ્રસ્તુત કરેલા લોકપ્રિય ગીતો પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મન ભરીને માણ્યા હતા.
ગાંધીનગરમાં છેલ્લા ૨૮ વર્ષથી સંસ્કૃતિ કુંજમાં વસંતોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાથે યોજાઈ રહેલા વસંતોત્સવે ગાંધીનગરમાં ગજબનું આકર્ષણ ઊભું કર્યું છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
