પાકું મકાન બનાવવા સહાય મદદરૂપ બની પ્રધાનમંત્રી આવાસ યોજના
Pradhan Mantri Awas Yojana: રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતેથી રાજ્યભરના જિલ્લાઓમાં પણ આવાસોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
આ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાનામાં કેસીસી ગ્રાઉન્ડ વેરાવળ ખાતે આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના લાભાર્થી સોલંકી નયનાબેનએ પોતાનો પ્રતિભાવ વર્ણવ્યો હતો.

નયનાબેનએ કાચા મકાનમાં પડતી મુશ્કેલીઓની વાત કરતા જણાવ્યું હતું કે, મારા પતિ દરજીનું કામ કરે છે. પ્લોટની ખરીદી કરી પણ આર્થિક સ્થિતિ નબળી હોવાથી મકાન બનાવી શકીએ તેટલી મૂડી ન હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત રૂપિયા 3.50 લાખની સહાય મળી હતી. આ સહાયની મદદથી પોતાનું પાકું મકાનનું અમે નિર્માણ કરી શક્યા છીએ. આ પાકું મકાન બનતા આજે અમે ખૂશ છીએ અને વધુમાં અમારા જેવા ઘરવિહોણા અનેક પરિવારોને પાકું મકાન બનાવવા સરકાર સહાય કરી રહી છે. તે બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના છેવાડાના નાગરિકોને પાકા મકાનની ઘરના ઘરરૂપી છત મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આજે રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 131454 લાખ આવાસોનુ ઈ- લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. જેનાથી રાજ્યના અનેક લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
