ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોટી જાહેરાત કરી
ગુજરાત એસટી નિગમમાં કામ કરતા કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. ગુજરાત સરકારે રાજ્યના એસટી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે.
ગુજરાત સરકારે મોટો નિર્ણય કરતા અવસાનના કેસમાં આપવામાં આવતી સહાયમાં વધારો કરવાની જાહેરાત કરી છે. એસટી નિગમના કર્મચારીઓને હવે વધારા સાથે મૃત્યુના કિસામા 14 લાખ સહાય ચૂકવવામા આવશે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ આ જાહેરાત કરી. તેમણે ટ્વિટમાં જણાવ્યુ કે, નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં સ્વજનોને હાલ ચૂકવતા આર્થિક પેકેજમાં 8 થી 10 લાખ જેટલો વધારો કરીને તેઓને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવતા પેકેજ જેટલું એટલે કે 14 લાખ આપવાનો નિર્ણય લેવાયો છે. આ બાબત ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે.
જણાવી દઈએ કે, ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે હાલમાં જ મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. હવે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે 50 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશે.
આ મોંઘવારી ભથ્થામાં એરિયર્સની ચૂકવણી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરીને મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.
જો કે આ મોંઘવારી ભથ્થું કયા મહિનાથી આપવામાં આવશે તે અંગે ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જે અંગે ટૂંક સમયમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા પરિપત્ર બહાર પાડી જાણ કરવામાં આવશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
