ગોવા બાદ ગોધરા પણ મોદી માટે શુકનિયાળ પુરવાર થશે?
અમદાવાદ, 10 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાત નરેન્દ્ર મોદી માટે લકી સાબિત થયું છે એવી રીતે ગોવા પણ દર વખતે નરેન્દ્ર મોદી માટે શુકનિયાળ સાબિત થાય છે. મૂળાક્ષળ 'ગ'થી શરૂ થતા નામો મોદીને માટે ગેઇન કરી આપતા રહ્યા છે. આ કારણે હવે એમ કહેવામાં આવી રહ્યું છે કે 'ગોધરા' પણ તેમના માટે શુકનિયાળ સાબિત થશે.
ભૂતકાળમાં ડોકિયું કરીએ તો ખ્યાલ આવશે કે નરેન્દ્ર મોદીની રાજકીય કરિયરનો રસ્તો 'ગોધરા' થઇને જ સડસડાટ પાટે ચઢ્યો છે. એવી જ રીતે ભૂતકાળમાં ગુજરાતમાંથી જે વ્યક્તિ વડાપ્રધાન પદ સુધી પહોંચી છે તેઓ પણ વાયા ગોધરા થઇને જ આગળ વધ્યા છે.

મોરારજીનું પણ મોદીની જેમ ગોધરા કનેક્શન!!!
દેશના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઇ પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને વડાપ્રધાન બન્યા હતા. તેઓ પણ મોદીની જેમ જ ગોધરા સાથે વિવાદાસ્પદ સંબંધ ધરાવતા હતા. ગોધરાકાંડે હજી સુધી નરેન્દ્ર મોદીનો પીછો છોડ્યો નથી. મોરારજી દેસાઇ સાથે પણ આવું જ બન્યું હતું. આઝાદી પહેલા વર્ષ 1927-28માં ગોધરામાં રમખાણો ફાટી નિકળ્યા હતા.

ગોધરા સાથે સંબંધ ધરાવતા મોરારજી વડાપ્રધાન બન્યા
મોરારજી દેસાઇ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આઝાદીના આંદોલનમાં સામેલ થયા હતા. સમય પસાર થઇ રહ્યો હતો. વર્ષ 1977માં દેશમાં જનતા પાર્ટીની પ્રથમ બિનકોંગ્રેસી સરકાર બની હતી. આ સરકારનું નેતૃત્વ કરતા મોરારજી દેસાઇ દેશના પ્રથમ બિનકોંગ્રેસી અને આઝાદી બાદ ચોથા વડાપ્રધાન બન્યા હતા. તેઓ 1977થી 1979 સુધી વડાપ્રધાન રહ્યા હતા.

ગુજરાતી વડાપ્રધાનોનો માર્ગ ગોધરા થઇને...
ભૂતકાળમાં ડોકિયું કરીએ તો ખ્યાલ આવશે કે નરેન્દ્ર મોદીની રાજકીય કરિયરનો રસ્તો 'ગોધરા' થઇને જ સડસડાટ પાટે ચઢ્યો છે. એવી જ રીતે ભૂતકાળમાં ગુજરાતમાંથી જે વ્યક્તિ વડાપ્રધાન પદ સુધી પહોંચી છે તેઓ પણ વાયા ગોધરા થઇને જ આગળ વધ્યા છે.

ગોધરાકાંડ અને નરેન્દ્ર મોદી
જોગાનુજોગ નરેન્દ્ર મોદી પણ કંઇક આવી જ સ્થિતઓમાંથી પસાર થઇ રહ્યા છે. ગોધારા સાથે પણ મોદીનો મોરારજી જેવો જ સંબંધ છે. વર્ષ 2002ના ગોધરાકાંડ બાદ નરેન્દ્ર મોદીની ખુરશી જતા જતા બચી ગઇ હતી. તે સમયે ગોવામાં યોજાયેલી રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં વાજપેયીને તેમને દૂર કરવાનો નિર્ણય અડવાણીના વિરોધને પગલે પાછો ખેંચવો પડ્યો હતો.

ગોવાની જેમ ગોધરા પણ લકી સાબિત થશે?
આ વખતે પણ ગોવા નરેન્દ્ર મોદી માટે લકી સાબિત થયું છે. પાર્ટીમાં તેમની વિરુદ્ધ ઉભા થયેલા તમામ વંટોળ છતાં પણ ગોવાની બેઠક તેમના માટે શુભફળદાયી સાબિત થઇ છે. ગોવામાં નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર સમિતીની કમાન સોંપવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં લઇને આ પદ અતિમહત્વનું માનવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે ગોધરા તેમના માટે કેવી રીતે લકી સાબિત થાય છે.

દિલ્હી દૂર નહીં...
બીજી તરફ નરેન્દ્ર મોદી દિલ્હી તરફ કૂચનો માર્ગ બનાવવાની સાથે ગુજરાતની ગાદીને ભાજપ માટે સલામત રાખવા પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા આનંદી બહેનને તૈયાર કરી રહ્યા છે. મોદી કેબિનેટમાં 70 વર્ષીય આનંદીબહેન પટેલ બીજા નંબરનું સ્થાન ધરાવે છે.
દેશના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઇ પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને વડાપ્રધાન બન્યા હતા. તેઓ પણ મોદીની જેમ જ ગોધરા સાથે વિવાદાસ્પદ સંબંધ ધરાવતા હતા. ગોધરાકાંડે હજી સુધી નરેન્દ્ર મોદીનો પીછો છોડ્યો નથી. મોરારજી દેસાઇ સાથે પણ આવું જ બન્યું હતું. આઝાદી પહેલા વર્ષ 1927-28માં ગોધરામાં રમખાણો ફાટી નિકળ્યા હતા.
વર્ષ 1927-28માં મોરારજી દેસાઇ તે સમયે ગોધરાના ડેપ્યુટી કલેક્ટર હતા. તેમને પણ રમખાણો દરમિયાન હિન્દુઓ પ્રત્યે નરમ વલણ અપનાવ્યું હોવાના દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ત્યાર બાદ મે 1930માં દેસાઇએ ડેપ્યુટી કલેક્ટર પદેથી રાજીનામુ આપવું પડ્યું હતું.
આ ઘટના બાદ મોરારજી દેસાઇ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આઝાદીના આંદોલનમાં સામેલ થયા હતા. સમય પસાર થઇ રહ્યો હતો. વર્ષ 1977માં દેશમાં જનતા પાર્ટીની પ્રથમ બિનકોંગ્રેસી સરકાર બની હતી. આ સરકારનું નેતૃત્વ કરતા મોરારજી દેસાઇ દેશના પ્રથમ બિનકોંગ્રેસી અને આઝાદી બાદ ચોથા વડાપ્રધાન બન્યા હતા. તેઓ 1977થી 1979 સુધી વડાપ્રધાન રહ્યા હતા.
જોગાનુજોગ નરેન્દ્ર મોદી પણ કંઇક આવી જ સ્થિતઓમાંથી પસાર થઇ રહ્યા છે. ગોધારા સાથે પણ મોદીનો મોરારજી જેવો જ સંબંધ છે. વર્ષ 2002ના ગોધરાકાંડ બાદ નરેન્દ્ર મોદીની ખુરશી જતા જતા બચી ગઇ હતી. તે સમયે ગોવામાં યોજાયેલી રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં વાજપેયીને તેમને દૂર કરવાનો નિર્ણય અડવાણીના વિરોધને પગલે પાછો ખેંચવો પડ્યો હતો.
આ વખતે પણ ગોવા નરેન્દ્ર મોદી માટે લકી સાબિત થયું છે. પાર્ટીમાં તેમની વિરુદ્ધ ઉભા થયેલા તમામ વંટોળ છતાં પણ ગોવાની બેઠક તેમના માટે શુભફળદાયી સાબિત થઇ છે. ગોવામાં નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર સમિતીની કમાન સોંપવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં લઇને આ પદ અતિમહત્વનું માનવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે ગોધરા તેમના માટે કેવી રીતે લકી સાબિત થાય છે.
બીજી તરફ નરેન્દ્ર મોદી દિલ્હી તરફ કૂચનો માર્ગ બનાવવાની સાથે ગુજરાતની ગાદીને ભાજપ માટે સલામત રાખવા પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા આનંદી બહેનને તૈયાર કરી રહ્યા છે. મોદી કેબિનેટમાં 70 વર્ષીય આનંદીબહેન પટેલ બીજા નંબરનું સ્થાન ધરાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications