હિંમતનગર ખાતે ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન કાર્યક્રમ યોજાયો
હિંમતનગર ખાતે ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન કાર્યક્રમ યોજાયો
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના ૮ વર્ષ પૂર્ણ થતા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ગરીબ કલ્યાણ અને સેવા સુશાસનનો કાર્યક્રમ નાગરીક પુરવઠા રાજ્ય મંત્રી ગજેંન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં ટાઉન હોલ હિંમતનગરના ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થતા સરકારની ૧૩ ફ્લેગશીપ યોજનાઓના અમલીકરણ વિશે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે અન્ન અને નાગરીક પુરવઠા રાજ્ય મંત્રી ગજેંન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુસાશનના ૮ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સુસાશન સપ્તાહની સમગ્ર દેશભરમાં ઉજવણી થઇ રહી છે, ત્યારે વડાપ્રધાનની વિકાસયાત્રા થકી દેશના છેવાડાના માનવીને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળી શક્યો છે. વડાપ્રધાને દેશના તમામ વર્ગના લોકોની પ્રાથમિક સુવિધાઓને પ્રધાન્ય આપીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આજે દેશના કરોડો લોકોને વિવિધ યોજનાઓના લાભ આપીને તેમના જીવન ધોરણને ઊંચુ લાવવાના સખત પ્રયત્નો કર્યા છે.તો આજના આ સુશાસનની ઉજવણીના પ્રસંગે આપણે સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસ થકી ભારતમાતાને સમૃધ્ધીના શિખરે લઇ જવા માટે અનુરોધ કર્યો હતો.
સાંસદ દિપસિંહ રાઠોડે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાને દરેક પરિસ્થિતિમાં દેશહિતના નિર્ણયો લઇને ભારતને સર્વોપરી બનાવવા હર હંમેશ પ્રયત્નશીલ રહ્યા છે. જેના પરીણામ સ્વરૂપ આજે સમગ્ર વિશ્વ ભારતને આવકારી રહ્યુ છે. સરકાર સમાજના ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને વિવિધ યોજનાઓ થકી તેમના જીવનધોરણમાં સુધારો આવે તે માટે પ્રયત્નો કરી રહી છે. તેમણે જણાવ્યુ કે કિશાન સન્માન નિધિ યોજના થકી દેશના ૧૧ કરોડ જેટલા ખેડૂતોને ખેતી કામ માટે સીધી સહાય આપવામાં આવી છે. દેશના વડાપ્રધાને દેશના દરેક નાગરીકના તંદુરસ્તીની ચિંતા કરી આયુષ્યમાન ભારત અને સ્વચ્છ ભારત મિશન જેવી વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. આજે જનધન યોજના થકી દેશમાં ૧૦ કરોડ થી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે. જેના થકી સામાન્ય માનવીનો આર્થિક વ્યવહાર સરળ રીતે ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જેવી વિવિધ યોજનાઓ થકી દેશના માનવીને સીધો લાભ આપવામાં આવી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
