રાજકોટમાં સામૂહિક બળાત્કારઃ કોંગ્રેસ પોલીસને બંગડીઓ આપી
રાજકોટ, 21 નવેમ્બરઃ રાજકોટના મોરબી રોડ પર ગુલિયો અને તેની ગેંગે આંતક મચાવી, એક યુવતીનું અપહરણ કર્યા બાદ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ રાજકોટ સહિત સમગ્ર પથંકમાં ખળભળાટ મચી ગયો હતો અને રોષે ભભૂક્યો હતો. બીજી તરફ કોંગ્રેસી મહિલાઓ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર પર બંગડીઓ ફેંકીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ બનાવની વિગત કંઇક એવી છે કે, રૈયાધાર ખાતે રહેતી અને વણિક યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર દલિત યુવતી પોતાના દિયર સાથે બજારમાં ખરીદી કરવા માટે ગઇ હતી. યુવતી ખરીદી કરીને પરત ફરી રહી હતી ત્યારે કુખ્યાત ગુલમહમદ ગફાર કટારિય ઉર્ફે ગુલિયો અને તેની ગેંગેની નજર યુવતી પડી હતી. બાઇક પર યુવતીનો પીછો કરીને મારી નાખવાની ધમકી આપી યુવતી બળજબરીપુર્વક બાઇક પર બેસાડી દીધી હતી. બાદમાં એક અવવારુ સ્થળે લઇ જઇને તેના પર ગુલિયો અને તેની ગેંગે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ દારૂની મહેફિલ માણી હતી.

મોરબી રોડ પર ધમાલ મચાવી આતંક મચાવનાર ગેંગે બેખૌફ રીતે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાનો કિસ્સો બહાર આવતા લોકોમાં રોષ ભભૂકી ઊઠયો હતો. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી કાશ્મીરાબેન નથવાણી સહિતના આગેવાનોએ એ ડિવીઝન પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ તંત્રની નિષ્ક્રિયતાના કારણે બનેલી ચકચારી ઘટનાને વખોડીને કોંગ્રેસના આગેવાનોએ અધિકારીઓને બંગડી આપી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
