Video: જ્યારે સ્ટેજ પર પીએમ મોદી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને લાગ્યા પગે
Video: સ્ટેજ પર કેશુભાઈ પટેલને પગે લાગ્યા નરેન્દ્ર મોદી
અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસ પર છે. ગુજરાત પ્રવાસ પર આવેલા પીએમ મોદીનો મંગળવારે અદ્ભુત નજારો જોવા મળ્યો. રાજનીતિમાં આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે જે મંગળવારે ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન જોવા મળ્યો. એડાલજમાં એક કાર્યક્રમ દરમિયાન એક જ સ્ટેજ પર પીએમ મોદી પણ હતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ તમામ નેતાઓનું અભિવાદન કરી રહ્યા હતા. જ્યારે પીએમ મોદી કેશુભાઈ પટેલ પાસે પહોંચ્યા તો તેમણે કેશુભાઈના પગે લાગી આશીર્વાદ લીધા.

સમાચાર એજન્સી એએનઆઈએ એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ગાંધીનગર જિલ્લાના અડાલજમાં એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી તમામ નેતાઓને મળવા માટે સ્ટેજ પર કેશુભાઈ સમક્ષ ગયા અને તેમણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના આશીર્વાદ લીધા. આ દરમિયાન તેઓ કંઈક વાત કરતાં પણ જોવા મળી રહ્યા છે. જ્યારે પીએમ મોદી કેશુભાઈ પટેલના પગે લાગ્યા , ત્યારે કેશુભાઈ પટેલના ચહેરા પર એક અજીબ જ ભાવ હતો.
#WATCH Prime Narendra Modi touches feet of former Gujarat Chief Minister Keshubhai Patel, at an event in Adalaj, Gujarat. pic.twitter.com/hlewIV8T7T
— ANI (@ANI) March 5, 2019
અગાઉ પીએમ મોદીએ અમદાવાદમાં એક સભા સંબોધિત કર્યા બાદ સોમવારે નરેન્દ્ર મોદી પોતાની 90 વર્ષીય મા હીરાબાની મુલાકાત કરી હતી. હીરા બા મોદીના ભાઈ પંકજ મોદી સાથે ગાંધીનગરની બાજુના એક ગામમાં રહે છે. પીએમ મોદીએ પોતાના મા અને પરિવારના અન્ય સભ્યો સાથે 30 મિનિટનો સમય વિતાવ્યો. પોતાની મા સાથે મુલાકાત કરતા પહેલા મોદી રાયસેનની બાજુમાં આવેલ પ્રસિદ્ધ ધોલેશ્વર મહાદેવના મંદિર ગયા અને મહાશિવરાત્રિના અવસર પર ત્યાં પૂજા અર્ચના કરી. તેઓ મંગળવારે રાજ્યમાં બે કાર્યક્રમમાં ભાગ લેશે.
આ પણ વાંચો- સિદ્ધુએ પૂછ્યું, 'આતંકીઓ મારવા ગયા હતા કે પછી ઝાડ ઉખાડવા?'
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
