ગાંધીનગર મેયર બોલ્યા, 'મોદી સાચા વિકાસપુરૂષ'

અત્રે એ વાત નોંધનીય છે કે રાણા દ્વારા અગાવ એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, સ્થાનિક ઉમેદવાર પર વધારે પસંદગી ઉતારવી જોઇએ અને ચૂંટણી લડવા માટે ગાંધીનગર જિલ્લામાં બહારથી લોકોને લાવવા જોઇએ નહીં.
હવે તેમણે બીજો એક પત્ર શનિવારે લખ્યો છે, જેમાં તેમણે ધમકી આપી છે કે જો ટિકીટની વહેંચણી વખતે તેમની વાતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો તે કોંગ્રેસ પાર્ટી સાથેનો છેડો ફાડી નાંખશે. તેમના આ પ્રકારના નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે તેઓ પાર્ટી છોડવાના મૂડમાં છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે રાણા અને અન્ય છ કોંગ્રેસી કોર્પોરેટર્સ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, જો રાણા અને અન્ય છ કોર્પોરેટર્સ ભાજપના જોડાઇ જાય તો ગાંધીનગર મહાનગરપાલિકાની સત્તા કોંગ્રેસના હાથમાંથી જતી રહેશે, કારણ કે 33 સભ્યોની મહાનગરપાલિકામાં ભાજપના 15 અને કોંગ્રેસના 18 કોર્પોરેટર્સ છે.
કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, રાણા સાથે પાર્ટીના ટોચના નેતાઓ ચર્ચા કરી રહ્યાં છે અને આ મુદ્દાનું નિરાકરણ ટૂંક સમયમાં લાવી દેવામાં આવશે. કોંગ્રેસ દ્વારા કાલોલ બેઠક પર બલદેવ ઠાકોર, ગાંધીનગર સાઉથ બેઠક પર નરહરી અમિન અને ગાંધીનગર શહેરની બેઠક પરથી ઇન્દ્રવિજયસિંહ ગોહિલને ઉભા રાખવાની રણનીતિ બનાવતા રાણાએ તેનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
