તહેવારોને લઈને ગાંધીનગર કલેક્ટરે પુરવઠા, સુરક્ષા સલાહકાર સમિતિ અને તકેદારી સમિતિ સાથે બેઠક યોજી!
ગાંધીનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠક આજે જિલ્લા ઇન્ચાર્જ કલેકટર-જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમના અઘ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠક આજે જિલ્લા ઇન્ચાર્જ કલેકટર-જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમના અઘ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

આ બેઠકમાં ઇન્ચાર્જ કલેકટર સુરભિ ગૌત્તમે જણાવ્યું કે, ચોમાસાની સિઝન છે તેમજ તહેવારો ચાલી રહ્યાં છે. તે સમયે ખાઘ ચીજવસ્તુઓનું વિતરણ કરતાં વેપારીઓની મીઠાઇ, ફરસાણ અને અન્ય ખાઘ ચીજવસ્તુઓની ચકાસણી કરવી જોઇએ. જિલ્લામાં કોઇપણ વેપારી ગુણવત્તા વગરની ખાધ ચીજવસ્તુઓનું વિતરણ ન કરે તેની ખાસ તકેદારી રાખવા માટે ખૌરાક અને ઔષઘ નિયમન તંત્રના અધિકારીને ભારપૂર્વક જણાવ્યું હતું.
કલેકટરએ જિલ્લામાં કરિયાણા, શાકભાજી કે અન્ય વસ્તુઓનું કે જેનું તોલમાપ કરીને ગ્રાહકોને વિતરણ કરવામાં આવે છે તેના તોલમાપના સાઘનો યોગ્ય નિયમોનુસાર છે કે નહિ તેની આકસ્મિક ચકાસણી કરવા માટે પણ કાનુની માપ વિજ્ઞાન કચેરીના અધિકારીને સૂચના આપી હતી. તેમજ શહેરમાં દૂઘ કે અન્ય ચીજવસ્તુઓનું વિતરણ છપાયેલ કિંમત કરતા વઘુ રકમે ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. તોલમાપ તંત્રને ગ્રાહકો પોતાની ફરિયાદ સરળતાથી કરી શકે તે માટે તેમના ટોલ ફ્રી નંબર કે અન્ય માઘ્યમની જાણ રેશનીંગની દુકાન, સરકારી કચેરીઓ કે અન્ય જગ્યાએ સાઇન બોર્ડ મુકી ગ્રાહકોમાં જનજાગૃત્તિ લાવવાની પ્રવૃત્તિ ખાસ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ.આર.ઠક્કરે સમિતિની સમક્ષ રેશનકાર્ડ સાથે આઘારકાર્ડ લિંક કરવાની કામગીરી, મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન કરવાની કામગીરી, વિજીલન્સ કમિટીની બેઠક અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
