Gambhira bridge Collapse : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 20 પર પહોંચ્યો, 4 ઇજનેરો સસ્પેન્ડ
Gambhira bridge Collapse : ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટના બાદ સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. અત્યાર સુધીમાં રેસ્ક્યૂ ટીમો દ્વારા વધુ બે મૃતદેહો મળી આવ્યા છે, જેના કારણે કુલ મૃત્યુઆંક 20 થયો છે.
મળેલા મૃતદેહો કાદવમાં ખૂંપેલા તથા કોહવાયેલી હાલતમાં મળી આવતા ઓળખ કરવી ભારે મુશ્કેલ બની રહી છે. મૃતદેહોની ઓળખ માટે ફોરેન્સિક ટીમોની મદદ લેવામાં આવી રહી છે.

જિલ્લા પ્રશાસન અને NDRF સહિતની રેસ્ક્યૂ ટીમો સતત સ્થળ પર કામગીરી કરી રહી છે. ભારે કાદવ અને પાણીના પ્રવાહને કારણે શોધખોળના કાર્યોમાં મુશ્કેલી આવી રહી છે. મૃતકોના પરિવારજનોની વેદનાને લઈ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
દુર્ઘટનાની ગંભીરતા અને લોકોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે માર્ગ અને મકાન વિભાગના ચાર ઈજનેરો સામે કડક કાર્યવાહી કરી છે. એક કાર્યપાલક ઇજનેર, બે નાયબ કાર્યપાલક ઇજનેર અને એક મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, દુર્ઘટનાને દિવસો વિતી જવા છત્તા હજુ પર મૃતદેહ મળી રહ્યાં છે. હાલની સ્થિતી જોતા હજુ પણ મોતનો આંકડો વધી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
