10 માર્ચથી રાજ્ય સરકાર ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે, ખેડૂતો આ બાબતોનું ધ્યાન રાખે
વાવેતર વિસ્તારના પ્રમાણમાં ખેડૂત દીઠ 2500 કિલો એટલે કે ૧૨૫ મણ સુધીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ખરીદેલા જથ્થાના ચૂકવણા પણ ઝડપથી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર : રાજ્ય સરકાર પહેલા જ જાહેરાત કરી ચુકી છે કે ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. આ માટે રજીસ્ટ્રેશન પ્રકિયા પુરી થઈ ગઈ છે ત્યારે હવે રાજ્ય સરકાર 10 માર્ચથી ખરીદી શરૂ કરવા જઈ રહી છે. રાજ્ય સરકાર ખેડૂત દીઠ વાવેતર વિસ્તાર મુજબ દિવસના 125 મણ સુધી ટેકાના ભાવે ખરીદી કરશે. આ માટે હાલમાં જ આયોજનની સમીક્ષા માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને હાઈ લેવલ બેઠક યોજાઈ હતી.

આ મુદ્દે કૃષિ મંત્રીએ જણાવ્યુ કે, વાવેતર વિસ્તારના પ્રમાણમાં ખેડૂત દીઠ 2500 કિલો એટલે કે ૧૨૫ મણ સુધીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ખરીદેલા જથ્થાના ચૂકવણા પણ ઝડપથી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં તુવેર માટે ૧૩૫, ચણા માટે ૧૮૭ અને રાયડા માટે ૧૦૩ ખરીદ કેન્દ્રો નક્કી કરાયા છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી કરવા તુવેર માટે 5550, ચણા માટે 220175 અને રાયડા માટે 10164 ખેડૂતોએ નોંધણી કરાવી છે.
અહીં તમને જણાવી દઈએ કે, ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર માટે 6600 પ્રતિ ક્વિન્ટલ, ચણા માટે 5335 પ્રતિ ક્વિન્ટલ અને રાયડા માટે 5450 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરાયા છે. આ ઉપરાંત રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકારે પીએસએસ. હેઠળ તુવેર માટે 100196, ચણા માટે 388000 અને રાયડા માટે 125300 મેટ્રિક ટન જથ્થો મંજૂર કર્યો છે. આ ઉપરાંત ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યની નોડ્લ એજન્સી તરીકે ગુજકોમાસોલ અને તુવેરની ખરીદી માટે ઈન્ડીએગ્રો કંસોર્ટીયમ પ્રોડ્યુસર કમ્પની લી.ની નિમણુંક કરાઈ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
