પેટા ચૂંટણીઓને પગલે ગુજરાતમાં પક્ષ પલટાનો પવન શરૂ
અમદાવાદ, 27 ઓગસ્ટ : ગુજરાતમાં ચૂંટણીના પડઘમ સંભળાયા નથી કે રાજ્યમાં પક્ષપલટાની મોસમ શરૂ થઇ જાય છે. ગુજરાતમાં યોજાનારી એક લોકસભા અને નવ વિધાનસભાની ચૂંટણીઓમાં આવી જ સ્થિતિ સર્જાઇ છે. પક્ષ પલટાના પવનનો માર કોંગ્રેસને વાગ્યો છે.
રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ટંકારા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પહેલા જાહેર કરેલા ઉમેદવાર દિલીપ સરડવાને ટિકટ આપવાને બદલે મંગળવાર, 26 ઓગસ્ટની સાંજે લલિત કગથરાને ઉમેદવાર તરીકે જાહેર કરતા કોંગ્રેસમાં ભડકો થયો છે. જેના પગલે સરડવા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ ગયા છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી બ્રિજેશ મેરજા તથા કોંગ્રેસે પહેલા જાહેર કરેલ ઉમેદવાર દિલીપ સરડવાએ ટેકેદારો સાથે ભાજપમાં જોડાવાનો નિર્ણય કરતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.આ મુદ્દે ભાજપના નેતાઓ વિજય રૂપાણી, જયંતિભાઇ કવાડીયા, મોહનભાઇ કુંડારીયા વગેરે સાથે બ્રિજેશ મેરજા ગ્રુપની આખરી તબક્કાની બેઠક યોજાઇ ચૂકી છે. ફોર્મ ભરતી વખતે સરદાર પ્રતિમા સમક્ષ જ ટીમ મેરજાને કેસરીયો ખેસ પહેરાવવાની તૈયારી થઇ રહી છે.

બ્રિજેશ મેરજાએ રાજ્યની 12-12 સરકારોમાં જુદા-જુદા મંત્રીઓના અંગત સચિવ તરીકે ફરજ બજાવ્યા બાદ રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેઓ બે વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે મોરબી વિધાનસભાની ચૂંટણી ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સામે લડી થોડા મતોથી હારી ચૂક્યા છે.
બ્રિજેશ મેરજા જ્યારે ચૂંટણી લડયા ત્યારે લલિત કગથરા તેમને નડયાનો તેમના ટેકેદારોનો આક્ષેપ છે. ત્યારથી બંને વચ્ચે વ્યક્તિગત અંતર વધતુ જતું હતું. દિલીપ સરડવા બ્રિજેશ મેરજાના ટેકેદાર છે. તેમને ટિકિટ અપાવવામાં તેમનો અગત્યનો ફાળો હતો પરંતુ ગઇકાલે સાંજે અચાનક શંકરસિંહ વાઘેલા ગ્રુપના લલિત કગથરાને ટિકિટ મળતા ભડકો થયો છે.
મેરજા આજે ટેકેદારો સાથે કોંગ્રેસનો વર્ષોનો સાથ છોડી ભાજપમાં જોડાયા છે. સ્થાનિક રાજકારણમાં કોંગ્રેસ માટે આ મોટું ગાબડું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રદેશ કક્ષાએ જનતાદળ વખતથી જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન જુથ સાથે બ્રિજેશ મેરજા સંકળાયેલા છે.
બીજી તરફ કોંગ્રેસનો એક વર્ગ એવું માને છે કે ભાજપે પડધરીના બાવનજીભાઇ મેતલીયાને ટિકિટ આપતા ભૌગોલિક સમીકરણની દ્રષ્ટિએ સરડવાને બદલે કગથરા લડાયક ઉમેદવાર તરીકે પાર્ટીને વધુ ફાયદો કરાવી શકે તેવી ધારણા છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
