કોંગ્રેસના પૂર્વ મહામંત્રી સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા!
ગુજરાત કોંગ્રેસના નેતાઓ એક બાદ એક પક્ષને અલવિદા કરી રહ્યા છે. ત્યારે, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી સૂર્યસિંહ ડાભી પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓ એક બાદ એક પક્ષને અલવિદા કરી રહ્યા છે. ત્યારે, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી સૂર્યસિંહ ડાભી પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ટોપી અને ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં આવકાર્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો પણ જોડાયા છે.

સૂર્યસિંહ ડાભી લાંબા સમયથી સામાજિક અને રાજકીય કાર્ય સાથે સંકળાયેલા છે, તેઓ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ અને પ્રદેશમાં મહામંત્રી રહી ચુક્યા છે. ત્રણ દાયકા કરતાં વધુ સમયથી રાજકારણમાં કાર્યરત હોવાને કારણે લોકોમાં જાણીતો ચહેરો છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારમાં થયેલા કામો જોઈને તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
સૂર્યસિંહ ડાભીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતની જનતા ભાજપથી ખૂબ કંટાળી ગઈ છે અને હવે વિકાસના નામે જે છેતરપિંડી થઈ છે તેનાથી લોકોને મુક્તિ અપાવવા ના તમામ પ્રયાસો કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આવનારા સમયમાં ગુજરાતમાં પણ દિલ્હી જેવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે, આ માટે આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણી જીતવા માટે તમામ પ્રયાસો કરશે. ગુજરાતની જનતા પણ આમ આદમી પાર્ટી ની સાથે છે કારણ કે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસે મળીને ગુજરાતની જનતાને લૂંટ્યા જ છે અને જનતાને તેમની વાસ્તવિકતા ખબર પડી ગઈ છે, આ કારણે હવે માત્ર આમ આદમી પાર્ટી જ વિકલ્પ બચ્યો છે.












Click it and Unblock the Notifications
