મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 1 હજાર કરોડથી વધુના રોકાણ માટે 4 MOU કરાયા
ગુજરાતમાં આવતા વર્ષની શરૂઆતમાં યોજાવા જઈ રહેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા જ રોકાણ આવવાનું શરૂ થઈ ગયુ છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 પહેલા જ MOU ટેક્ષટાઇલ સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, પેકેજીંગ ઉદ્યોગમાં 1 હજાર કરોડના રોકાણ માટે 4 MOU કરાયા છે.
ગુજરાતમાં ઉદ્યોગોમાં રોકાણથી રોજગારીની તકો વધે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ એમઓયુથી ઉદ્યોગ સ્થપાતાં 10 હજારથી વધુ રોજગારની તકો ઉપલ્બધ થશે.

એક એમઓયુ અંતર્ગત અમદાવાદ જિલ્લાના કેરાલા GIDCમાં કંપોઝિટ ટેક્ષટાઇલ યુનિટ કાર્યરત થશે. આમાં એલ.બી.ટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 450 કરોડનું રોકાણ કરાશે. આ સિવાય માંડલ તાલુકાના માનપુરામાં 155 હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સ્થાપ્ના કરવામાં આવશે.
આ ચાર એમયુ અંતર્ગત એક એમઓયુ મેસ્કોટ સાઉથ એશિયા એલ.એલ.પી સાથે થયા છે. તે 288.75 કરોડનું રોકણ કરશે. નવસારીના વેસ્મા અને કાળાકાછા ખાતે ઔદ્યોગિક પાર્ક સ્થપાશે.
સરકાર સતત ઉદ્યોગોને યોગ્ય માહોલ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આંતર માળખાકીય સુવિધાઓ વિકસાવવા સરકાર 99.12 કરોડનું રોકાણ કરશે. અમદાવાદના ગાંગડ ખાતે બોટલના રિસાયક્લિંગ પ્રોજેક્ટ સ્થપાશે. આ સિવાય FIBC જમ્બો બેગના ઉત્પાદન માટે 161.78 કરોડનું રોકાણ આવ્યુ છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
