ગુજરાતમાં અન્ન સુરક્ષા યોજનાના અમલીકરણની તૈયારીઓ શરૂ
ગાંધીનગર, 19 સપ્ટેમ્બર : ભારત સરકારે ગરીબોને નજીવા દરે અનાજ આપવા માટે જાહેર કરેલી અન્ન સુરક્ષા યોજનાનો દરેક રાજયએ અમલ કરવો ફરજીયાત છે. ગુજરાતમાં પણ આ યોજનાના અમલની તૈયારી શરૂ થઇ છે. આ માટે બુધવારે ગાંધીનગરમાં પુરવઠા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજય મંત્રી ગોવિંદભાઇ પટેલની હાજરીમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં યોજનાના અમલની તૈયારી અને કેન્દ્ર સરકાર સમક્ષ રજુ કરવાના સંભવિત વાંધા સુચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
હવે પછી 4 ઓકટોબરે દિલ્હીમાં કેન્દ્રીય અન્ન મંત્રીએ બોલાવેલ બેઠકમાં ગુજરાત સરકાર વતી પુરવઠા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પુરવઠા વિભાગના અગ્રસચિવ ગુપ્તા હાજરી આપી ગુજરાત સરકારના મુદાઓ રજુ કરશે. કેન્દ્ર સરકારે લાભાર્થીઓની સંખ્યા નકકી કરી દીધી છે. પરંતુ લાભાર્થી નકકી કરવાનો માપદંડ બતાવ્યો ન હોવાથી રાજય સરકાર માટે મુંઝવણ છે. આ મુંઝવણનો દિલ્હીની બેઠકમાં પડઘો પડશે.

કેન્દ્ર સરકારે 4 જુલાઇ 2012ના રોજ અન્ન સુરક્ષા યોજના માટે વટહુકમ બહાર પાડ્યો હતો.. લોકસભામાં પણ આ ખરડો પસાર થઇ ગયો છે. કાયદાનુ સ્વરૂપ મળી ગયુ હોવાથી દરેક રાજયમાં જુલાઇ 2014 સુધીમાં અમલ કરવો ફરજીયાત છે.
ગુજરાતમાં કુલ 6 કરોડની વસતી પૈકી 3 કરોડ 83 લાખ લોકોને લાભ મળવા પાત્ર છે. જેમાં ગ્રામીય ક્ષેત્રના 2.58 કરોડ લોકો અને શહેરી ક્ષેત્રના 1.24 કરોડ ગરીબોનો સમાવેશ થાય છે. હાલની અંત્યોદય યોજના અને બીપીએલ કાર્ડ ધારકોનો તેમાં સમાવેશ થઇ જાય છે. લાભાર્થીઓની સંખ્યા નકકી છે પરંતુ લાભાર્થી બનાવવા માટે કયો માપદંડ અપનાવવો ? તેની સ્પષ્ટતા રાજય સરકારે કેન્દ્ર પાસે માગી છે. જે માપદંડ અપનાવવામાં આવે તે મુજબ સંખ્યા 3.83 કરોડ લોકોથી વધી જાય તો વધારાનું ભારણ રાજય સરકારે ઉઠાવવાનું કે કેન્દ્ર સરકારે ? તેની સ્પષ્ટતા નથી. લોકસભાની ચુંટણીમાં આ યોજના પ્રચારનો અગ્રીમ મુદો બની શકે તેમ છે.
ગુજરાતમાં અન્ન સુરક્ષા યોજનાના અમલ માટે રાજયકક્ષાનું સ્ટેટ ફુડ કમિશન બનાવવામાં આવશે. જીલ્લા કક્ષાએ તેની દેખરેખ અને અમલીકરણ માટે ખાસ અધિકારીઓ નિયુકત કરવામાં આવશે. રાજય કક્ષાના આયોગમાં આઇએએસ અને જીએસ કેડરના વર્તમાન અથવા નિવૃત અધિકારીઓ તેમજ સમાજના પ્રતિષ્ઠીત અગ્રણીઓનો સમાવેશ થશે.
લાભાર્થી ગરીબોને અનાજ ઉપરાંત 14 વર્ષ સુધીના બાળકો માટે તેમજ સગર્ભા અને પ્રસુતા મહિલાઓ માટે વધારાના પોષણ યુકત આહારની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાત સરકારે અન્ન સુરક્ષા યોજનાના અમલ તરફ કદમ માંડયા છે. અમલ કયારથી થશે ? તેનો ચોકકસ સમય હજુ નકકી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
