કેન્દ્રિય કેબેનિટ બેઠકમાં દેશમાં નવીન 157 નર્સિંગ કૉલેજ સ્થાપનાને મંજૂરી*
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં દેશભરમાં નવીન 157 નર્સિંગ કૉલેજની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. દેશભરમાં 1570 કરોડના ખર્ચે આ નવિન મેડિકલ કૉલેજ નિર્માણ પામશે. જેના અંતર્ગત 15,700 નર્સિંગ સ્નાતકોનો ઉમેરો થશે.

આ સંદર્ભમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતને પણ નવીન પાંચ નર્સિંગ કૉલેજની ભેટ મળી છે. જેમાં નવસારી, પોરબંદર, ગોધરા,રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં આ નવીન પાંચ નર્સિંગ કૉલેજની સ્થાપના થનાર છે.
પ્રત્યેક નર્સિંગ કૉલેજમાં B.Sc એસ. નર્સિંગની 100 બેઠકો ઉપલબ્ધ બનતા. રાજ્યમાં કુલ 500 નર્સિંગ ની બેઠકોમાં વધારો થશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર માંથી પ્રત્યેક નર્સિંગ કૉલેજની સ્થાપના માટે અંદાજીત રૂ. 10 કરોડની ફાળવણી રાજ્ય સરકારને કરવામાં આવી છે.
પ્રથમ વખત કેન્દ્રીય પુરસ્કૃત યોજના હેઠળ નર્સિંગ કૉલેજની સ્થાપનાને આવરી લેવામાં આવી છે. આ નવીન પાંચ નર્સિંગ કૉલેજનો ઉમેરો થતા રાજ્યની આરોગ્ય શિક્ષણ અને સારવાર સંલગ્ય વ્યવસ્થાઓ સુદ્રઢ બનશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં 8 સરકારી નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગ ની 440 જેટલી બેઠકો કાર્યરત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
