First Semiconductor Plant : ધોલેરામાં બનશે દેશનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ, એક લાખ લોકોને મળશે રોજગાર
First Semiconductor Plant : વેદાંત અને ફોક્સકોન વચ્ચેનું સંયુક્ત સાહસ ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ દેશનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ હશે.
First Semiconductor Plant : ભારતીય કંપની વેદાંત અને તાઇવાની ઇલેક્ટ્રોનિક્સ કંપનીના સેમિકન્ટડક્ટર અને ડિસપ્લે બનાવવા માટે કરવામાં આવેલા સંયુક્ત સાહસ દ્વારા ગુજરાતના અમદાવાદ શહેર પાસે સ્થિત ધોલેરામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાણકારી વરિષ્ઠ સરકારી અધિકારી તરફથી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વેદાંત અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ દેશની આઝાદી બાદ કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટું રોકાણ છે. આ અંતર્ગત બંને કંપનીઓ સંયુક્ત રીતે ગુજરાતમાં રૂપિયા 1,54,000 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે. આ દેશનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ હશે. બંને કંપનીઓ વચ્ચેના આ રોકાણ કરાર પર ગયા વર્ષે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સરકારી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પાસેથી વિગતવાર માહિતી લીધા બાદ અને તેનું વિશ્લેષણ કર્યા બાદ વેદાંત અને ફોક્સકોનના સંયુક્ત સાહસે ધોલેરામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટનું ભારત સરકાર દ્વારા પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
એક લાખ લોકોને રોજગાર મળશે
1.50 લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થપાયેલા આ સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી એક લાખ લોકોને રોજગાર મળવાની અપેક્ષા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગુજરાત સરકાર સંપૂર્ણ સહકાર આપશે.
આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સબસિડી અને પ્રોત્સાહનો ઓફર કરવામાં આવે છે, જેમાં જમીનની ખરીદી પર ઝીરો સ્ટેમ્પ ડ્યુટી, પાણી અને વીજળી પર સબસિડી વગેરેનો સમાવેશ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
