શોપીંગ વેબસાઇટ Amazon સાથે થઇ રૂપિયા 22 લાખની છેતરપીંડી
અમદાવાદમાં એક ગેંગ સંભવતા કરી રહી છે એમેઝોન સાથે છેતરપીંડી. આ અંગે અમદાવાદમાં એમેઝોનના અધિકારી દ્વારા એફઆઇઆર દાખલ કરતા શું મામલો બહાર આવ્યો વિગતવાર જાણો અહીં.
સામાન્ય રીતે છેતરપીંડી થતી રહેતી હોય છે. આવા કિસ્સા તો તમે ધણા સાંભળ્યા હશે પણ શોપીંગ વેબસાઇટમાં વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક એમેઝોન સાથે થયેલી ચીટીંગની ઘટના સાંભળી ચોંકી ઉઠશો. અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનમાં એમેઝોનના કર્મચારી ખુશ્બુ ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી છે કે તેમની વેબસાઇટ દ્વારા લોકો વિવિધ પ્રોડક્ટનું વેચાણ કરે છે અને આ માટે ગ્રાહકો ઓનલાઇન ઓર્ડર આપીને માલ મંગાવે છે. જેમાં ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ અને કેસ ઓન ડીલેવરીથી પેમેન્ટ કરે છે. જો કે છ જેટલા લોકોએ અનોખી મોડ્સ ઓપરેન્ડીથી ચીંટીગ કરી છે. જેમાં સંસ્કાર ગુપ્તાના નામના વ્યક્તિએ અજીત વિજય કોમ્પ્લેક્સ રખિયાલનું સરનામુ બતાવીને અલગ અલગ સાત ઓર્ડર દ્વારા કુલ 41993ની પ્રોડક્ટ મંગાવી હતી.

જેમાં ચીટીંગ કરવામાં તે ડીલેવરી બોયને ઘરની બહાર રાખીને પ્રોડ્કટ ચેક કરવા કે પૈસા લેવા માટે જઇને થોડીવાર પછી પરત આવીને પ્રોડ્ક્ટનું પાર્સલ ખાલી છે. તેમ કહીને પૈસા આપતા નહોતા અને આ રીતે સાત વાર છેતરપીંડી કરી હતી. આ રીતે અન્ય ગ્રાહક ઇબ્રાહીમ શાહીદ, સુમિત, સુરજ, સુકેના, મંસુરી નામના વ્યક્તિઓના નામે પણ છેતરપીડી કરવામાં આવી છે. આ તમામ બાબતો કંપનીએ સતત બનતી છેતરપીડીની ઘટના બાદ ધ્યાનમાં આવી હતી. એમેઝોન કંપનીનુ માનવુ છે કે આ રીતે ચીંટીંગ કરતી કોઇ ચોક્કસ ગેંગ ગુજરાતમાં કાર્યરત છે અને જો પોલીસ તપાસ વિગતો બહાર આવે તો ઘણા બધા ખુલાસા થઇ શકે તેમ છે.
આ અંગે રખિયાલ પોલીસ અધિકારીઓએ કહ્યું કે અમે આ અંગે આઇપીસીની કલમ 406, 420 અને 114 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં આ બનાવ તારીખ 31મી જાન્યુઆરી 2017 થી 30 જાન્યુઆરી 2018 દરમિયાન બન્યા છે. પોલીસ આ અંગે ડીલેવરી બોયના નિવેદનો લેશે અને જે મોબાઇલ કે લેપટોપથી ઓર્ડર થયા તેના આઇપી (ઇન્ટરનેટ પ્રોટોકોલ ) જાણવા માટે સાઇબર એક્સપર્ટની મદદ લેશે. બીજી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે કે ચીંટીગ કરનાર ગેંગ દ્વારા ડમી નામે મોબાઇલ ફોનના સીમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યા હોય શકે તેમ છે. જો કે આ ગેંગ ગુજરાત પુરતી સક્રિય છે કે અન્ય રાજ્યમાં પણ સક્રિય છે તે પણ તપાસનો વિષય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
