2 બાળકોના બાપે પરણિતાને પ્રેમઝાળમાં ફસાવી, પોતાની બનેવી પાસે પણ દુષ્કર્મ કરાવ્યો
2 બાળકોના બાપે પરણિતાને લગ્નની ઝાળમાં ફસાવી, પોતાની બનેવી પાસે પણ દુષ્કર્મ કરાવ્યો
સુરતઃ સુરતની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા એક પરણિત શખ્સે એક મહિલાને પ્રેમઝાળમાં ફસાવી લીધી. પછી ત્રણ વર્ષ સુધી તેનું યૌન શોષણ કરતો રહ્યો. એક દિવસ તે એને પતાના બનેવીના ઘરે પણ લઇ ગયો, જ્યાં બનેવીએ પણ મહિલા પર દુષ્કર્મ આચર્યું. પીડિતાએ આ મામલે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

પ્રેમજાળમાં ફસાવી
સંવાદદાતા મુજબ એક વિવાહિત મહિલાએ બે બાળકોના બાપ સાથે પ્રેમજાળમાં ફસાઇ ગઇ હતી. જે બાદ આરોપી તેનુ શારીરિક શોષણ કરવા લાગ્યો. તે શખ્સની ઓળખ જિગર પટેલ તરીકે થઇ છે. તે કૃષ્ણનગર સોસાયટીનો રહેવાસી છે. પાછલા 3 વર્ષથી તે પરણિતા સાથે સંબંધ બનાવતો રહ્યો હતો. બીજી તરફ મહિલાને પણ અગાઉથી એક બાળક હતું.

બનેવી પાસે પણ રેપ કરાવ્યો
મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં લખ્યું કે, જિગર પટેલ મારા બાળકને મારી નાખવાની ધમકી આપતો હતો. તેણે કેટલીયવાર યૌન શોષણ કર્યું. તેણે પોતાના બનેવી સાથે સંબંધ બાંધવા પણ મને મજબૂર કરી. તે મને પોતાની કારમાં અલગ અલગ જગ્યાએ લઇ જતો હતો અને પછી દુષ્કર્મ કરતો હતો. તેનો બનેવી મનીષ પટેડ ઓલપાડ તાલુકાના પિંજરા ગામમા રહ છે, જિગર મને ત્યાં પણ લઇ ગયો. એ બંનેનો ત્રાસ વધતો જતો હતો.

પોલીસ ફરિયાદ કરી
જિગર અવારનવાર પતાની હરકતોથી પરેશાન કરવા લાગ્યો. ગત 2 જૂને તણે પરણિતાને મળવા માટે બોલાવી, ના પાડવા પર ખુદ પરણિતાના ઘરે પહોંચી ગયો. પછી ત્યાં પરણિતા સાથે મારપીટ કરી અને ઘરમાં તોડફોડ પણ કરી. આ મામલે હવે પોલીસ કાર્યવાહી કરી રહી છે.












Click it and Unblock the Notifications
