કચ્છમાં ટ્રક અને ખાનગી બસ વચ્ચે ભયંકર અકસ્માત, 7થી વધુના મોત
કચ્છ જિલ્લામાં 21 ફેબ્રુઆરીને શુક્રવારે એક દુ:ખદ અકસ્માત થયો. અહીં એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં લગભગ સાત લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. તે જ સમયે પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તમને જણાવી દઈએ કે આ અકસ્માત કચ્છના કેરા મુન્દ્રા રોડ પર થયો હતો. ખાનગી બસમાં લગભગ 40 મુસાફરો હતા, જેમાંથી સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ટ્રકને ઓવરટેક કરવા જતા બસને અકસ્માત નડ્યો હતો. ટ્રકની સાથે ટકરાતા બસના આગળના આખા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે મૃતદેહો રસ્તા પર ફંગોળાયા હતા.
ઘટના સ્થળેથી જે અકસ્માતની તસવીરો સામે આવી છે તે ખૂબ જ ભયાનક અને હૃદયદ્રાવક છે. તમને જણાવી દઈએ અકસ્માતને કારણે રસ્તા પર લોકોના મૃતદેહો વિખરાયેલા પડ્યા હતા અને ઘાયલ મુસાફરો રસ્તાની વચ્ચે રડી રહ્યા છે. અકસ્માતની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અકસ્માત પછી બસ સંપૂર્ણપણે ભંગાર થઈ ગઈ હતી.
સમાચાર અનુસાર, અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં લેતા, એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. તે જ સમયે આ અકસ્માતની માહિતી મળતાં પહોંચેલી પોલીસે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
