ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં
હવામાન વિભાગ દ્વારા 21 અને 22 જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા 21 અને 22 જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ખેડૂતોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખેતરના ઉભો થયેલો પાક બગડવાની સંભાવનાને કારણે ખેડૂતો ચિંતામાં પડી ગયા છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હવામાન વિભાગે 21 અને 22 જાન્યુઆરીએ ફરીથી કમોસમી વરસાદની આગાહી કરી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠામાં 21 અને 22 તારીખે કમોસમી વરસાદની આગાહી કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે આ અંગે સૂચના આપી છે. APMC અને ખેડૂતો પાક સુરક્ષિત જગ્યાએ મૂકે તેવી સૂચના આપવામાં આવી છે. ખેતીવાડી ખાતાને તથા સહકારી મંડળીને આ અંગે માહિતી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીને પગલે 20 અને 21 જાન્યુઆરીએ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. રાજ્યના માછીમારોને પણ એલર્ટ આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. પવનની ગતિ વધીને 60 કિમી પ્રતિ કલાક પણ થઈ શકે છે. એવામાં દરિયા માટે ખાસ તકેદારી રાખવા ચેતવણી આપી દેવાઈ છે. ઉત્તર પશ્ચિમ અને પૂર્વ પશ્ચિમ સમુદ્ર માટે ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે વાયરલ ઈન્ફેક્શનના કેસો વધી શકે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં કોરોનાના હજારો કેસોની વચ્ચે વાયરલ ઈન્ફેક્શનન કેસો વધી ગયા છે. લોકોમાં શરદી, ઉધરસ, ગળામાં દુઃખાવો, માથામાં દુઃખાવો, સામાન્ય તાવની ફરિયાદો વધી છે. કોરોના જેવા લક્ષણો હોવા છતાં ઘણાના રિપોર્ટ નેગેટીવ આવે છે.












Click it and Unblock the Notifications
