અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું મોટું દૂધ કૌભાંડ સામે આવ્યું છે. ફૂડ વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પરા વિસ્તારના એક મકાનમાંથી શંકાસ્પદ નકલી દૂધ ઝડપી પાડ્યું છે.
તંત્રને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજુ રબારી અને રાણા ભરવાડના તબેલા તેમજ રહેણાંક મકાન પર ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન અધિકારીઓને સ્થળ પરથી આશરે 220 લીટર જેટલું મિશ્રિત નકલી દૂધ મળી આવ્યું હતું.

દરોડા દરમિયાન માત્ર દૂધ જ નહીં, પરંતુ તે બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 200 કિલો મિલ્ક પાઉડર અને વનસ્પતિ તેલ પણ જપ્ત કરાયું છે. આ પદાર્થોના મિશ્રણથી સ્વાસ્થ્ય માટે હાનિકારક એવું નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે.
તંત્રએ લોકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાને રાખીને પકડાયેલા 220 લીટર નકલી દૂધનો સ્થળ પર જ નાશ કરીને કડક કાર્યવાહી કરી હતી. મોડી રાત્રે હાથ ધરાયેલી આ કામગીરીથી સમગ્ર પંથકમાં ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દૂધના નમૂના લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે અને તમામ મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ખાંભા પોલીસે આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધીને કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ અને તપાસ તેજ કરી છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
