રાજ્ય વેરા નિરીક્ષકની પ્રિલીમરી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત ST દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા
State Tax Inspector Prelims Exam: ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC દ્વારા આગામી તારીખ 22 ડિસેમ્બર, 2024 રવિવારના રોજ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની પ્રિલીમરી પરીક્ષા યોજાનાર છે.
રાજ્યના તમામ 33 જિલ્લાઓના કુલ 754 પેટા કેન્દ્રો પર રવિવારે સવારે 11 થી બપોરે 01 કલાક દરમિયાન આ પરીક્ષા યોજાશે.
આ પરીક્ષાર્થીઓને કેન્દ્રો પર જવા-આવવા યોગ્ય સુવિધા મળી રહે, તે માટે ગુજરાત ST દ્વારા વધારાની બસો સંચાલિત કરવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં યોજાનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષામાં ઉમેદવારો-પરીક્ષાર્થીઓ સમયસર પોતાના કેન્દ્રો પર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ટ્રાફિકને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-ST દ્વારા વધારાની એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરાવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વધુમાં પરીક્ષાના દિવસે માર્ગમાં આવતા જે તે સ્ટેન્ડ પરથી સામાન્ય મુસાફરોને બસમાં પ્રવેશ આપતી વખતે પરીક્ષાર્થીઓને અગ્રિમતા આપવા નિગમ દ્વારા તમામ ડેપોને ખાસ સૂચના આપવામાં આવી છે.
આ વિશેષ સુવિધાના પરિણામે પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચીને પરીક્ષા આપી શકશે જેનો મહત્તમ લાભ લેવા રાજ્યભરના પરીક્ષાર્થીઓને ગુજરાત ST નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
