પર્યાવરણ મંત્રીએ વન ચેતના કેન્દ્ર ખાતે સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજી
Environment Minister mulubhai bera: વન અને પર્યાવરણ, પ્રવાસન, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતા તથા રાજ્ય મંત્રી મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર શહેરના વન ચેતના કેન્દ્ર ખાતે સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઇ હતી
આ બેઠકમાં મંત્રીના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલને લાગતી બાબતો પર વિચાર વિનિમય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મંત્રીઓ ઉપરાંત ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંબંધિત વિભાગને સ્પર્શતા વિવિધ પ્રશ્નો તથા તેના સુઝાવો પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં વન અને પર્યાવરણ વિભાગ, કલાઈમેટ ચેન્જ વિભાગ, પ્રવાસન પ્રભાગ અને રમતગમત-યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં જન હિતને સ્પર્શતા તમામ જરૂરી મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા વિમર્શ કરી પ્રશ્નોના નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઇ બેરા, વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યો, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, રમત ગમત- યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ અશ્વિની કુમાર, પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લા, અગ્ર મુખ્ય વન સંરક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવ, શ્રી યુ. ડી. સિંઘ તથા સ્થાયી પરામર્શ સમિતિના સભ્યો તથા સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
