9 મીટરથી ઓછી ઉંચાઈ વાળી ઈમારતમાં ચાલતા શૈક્ષણિક સંસ્થાનોને NOCની જરૂર નહી
9 મીટરથી ઓછી ઉંચાઈ વાળી ઈમારતમાં ચાલતા શૈક્ષણિક સંસ્થાનોને NOCની જરૂર નહી
રવિવારે ગુજરાત સરકારે કહ્યું કે રાજ્યમાં 9 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતા ઈમારતી (જેમાં ભૂતળ ના હોય) પર ચાલી રહેલ શૈક્ષણિક સંસ્થાઓએ એનઓસી લેવાની જરૂર નથી. એટલે કે આવા શૈક્ષણિક સંસ્થાનો પાસે ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર ના હોય તો પણ ચાલશે. જો કે તેમણે સ્વતઃ પ્રામાણિત દસ્તાવેજ આપવા પડશે. અને નિયમો અનુરૂપ જ તેમણે અગ્નિ સુરક્ષા પ્રણાલી લગાવી હોવાનું સુનિશ્ચિત કરવું પડશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિવેદન મુજબ સ્વતઃ પ્રમાણિત ફાયર એનઓસી, સંબંધિત શહેરના શિક્ષણ વિભાગના અધિકારીએ રજૂ કરવાનું રહેશે. સાથે જ સરકારે રાજ્યમાં અગ્નિશામક દળનો વિસ્તાર કરવા માટે ગુજરાતમાં છ નવા અગ્નિશામક દળના ક્ષેત્ર બનાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય પ્રશાસનિક સેવાના એક વરિષ્ઠ અધિકારી આ ક્ષેત્રો માટે અગ્નિશામક અધિકારી તરીકે કામ કરશે.
ઉલ્લેખનીય છે કે સરકારનો આ નિર્ણય ત્યારે આવ્યો જ્યારે એક દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટે ઈમારતો અને પ્રતિષ્ઠાનોમાં અગ્નિ સુરક્ષાના મામલામાં સરકારનો ક્લાસ લીધો હતો.
ફાયર NOC અંગે મહત્વના નિર્ણયો
- રાજ્યના 9 મીટર સુધીની ઉંચાઈ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયરસેફ્ટી NOC લેવાનું રહેશે નહી.
- શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારો માટે ફાયર NOC જે તે મહાનગરપાલિકાના ચીફ ફાયર ઑફિસર આપી શકશે.
- ફાયર NOCની જોગવાઈઓની સંપૂર્ણ પૂર્તતા થતી હોય તો ફાયર NOC માટે બી.યુ. મંજૂરી લેવી ફરજિયાત રહેશે નહી.રાજ્યમાં આઠ મહાનગરો ઉપરાંત રિજિયન કમિશનર ઑફ મ્યૂનિસિપાલિટિઝ કચેરીના કાર્યક્ષેત્ર મુજબ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર એમ 6 ફાયર રિજિયન મળી કુલ 14 ફાયર રિજિયન કાર્યરત થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
