ખાનગી યુનિવર્સિટીઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ

Education Minister Praful Pansheriya: સાબરમતી યુનિવર્સિટી દ્વારા નાણા લઇને પીએચડીની તેમજ અન્ય ઉચ્ચ ડિગ્રીઓ અને સર્ટિફિકેટ સંદર્ભે ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ખાનગી યુનિવર્સિટીઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે સરકાર કટિબદ્ધ છે.

આ અંગે તપાસ કરવા ત્રણ સભ્યોની તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. જેના દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આવી ગેરરીતિ આચરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમની ડિગ્રી પાછી મેળવી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Education Minister Praful Pansheriya

સાબરમતી યુનિવર્સિટી જેવી ખાનગી યુનિવર્સિટીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણ માટેની જોગવાઈ સંદર્ભે પૂછાયેલા પુરક પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી પાનશેરિયાએ ઉમેર્યું હતું કે, ગુજરાત-ખાનગી યુનિવર્સિટી અધિનિયમ, 2009 હેઠળ ખાનગી યુનિવર્સિટીની અસરકારક દેખરેખ અને નિયંત્રણ માટે શિક્ષણ વિભાગ દ્વારા બે સમિતીની રચના કરવામાં આવી છે.

જેમાં 1 ઉચ્ચ સ્તરીય એપેક્ષ કમિટી અને 2 દેખરેખ નિરીક્ષણ, સમિક્ષા, અને તપાસણી સમિતિની રચના કરવામાં આવી છે. જે તમામ ખાનગી યુનિવર્સિટીઓ પર સંપૂર્ણ દેખરેખ અને નિયંત્રણ રાખી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X