ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIR ની તારીખ લંબાવાઈ, જાણો નવી તારીખ
કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI) એ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારોને મોટી રાહત આપી છે. મતદાર યાદી શુદ્ધિકરણ ઝુંબેશ 2026 (Special Summary Revision - SIR) અંતર્ગત જરૂરી દસ્તાવેજો અને ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે.
ચૂંટણી પંચે આ નિર્ણય એવા રાજ્યો માટે લીધો છે જ્યાં હજુ સુધી અપેક્ષિત સંખ્યામાં દાવો (Claims) અને વિરોધ (Objections)ના ફોર્મ પ્રાપ્ત થયા નથી.

ચૂંટણી પંચ અનુસાર, ગુજરાત અને તમિલનાડુમાં SIR જમા કરાવવાની નવી અંતિમ તારીખ હવે 11 ડિસેમ્બર 2025 રહેશે. જ્યારે, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને અંડમાન અને નિકોબાર જેવા રાજ્યો માટે આ છેલ્લી તારીખ 18 ડિસેમ્બરથી વધારીને 23 ડિસેમ્બર 2025 કરવામાં આવી છે.
આ ઉપરાંત, ઉત્તર પ્રદેશ માટે દસ્તાવેજો સબમિટ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે, જે નાગરિકો માટે એક મોટી સગવડ છે.
ગુજરાતમાં મતદાર યાદીના ડિજિટાઇઝેશનનું કામ લગભગ પૂર્ણ થવાના આરે છે, જ્યાં ઘણા જિલ્લાઓમાં લગભગ 100 ટકા ફોર્મનું ડિજિટાઇઝેશન થઈ ગયું છે. હવે બાકી રહેલા મતદારો 14 તારીખ સુધી પોતાનું ફોર્મ ભરી શકશે.
આ પ્રક્રિયા બાદ 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. જે લોકોના નામ આ ડ્રાફ્ટ યાદીમાં સામેલ નહીં હોય, તેમને પોતાના દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવા માટે ફરી એકવાર તક મળશે. કેન્દ્રીય ચૂંટણી પંચે તમામ રાજ્યોના નાગરિકોને આ સમયમર્યાદાનો લાભ લઈને પોતાનું કામ જલ્દી પૂર્ણ કરવા માટે વિનંતી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
