Earthquake: અમરેલીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા માપવામાં આવી 3.2

આજે સવારે અમરેલીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 માપવામાં આવી હતી.

Earthquake: ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલ અમરેલી જિલ્લામાં આજે સવારે 3.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપથી કોઈ જાનમાલના નુકશાનના સમાચાર નથી. ભૂકંપ વિજ્ઞાનિ અનુસંધાનના જણાવ્યા મુજબ ભૂકંપ સવારે સાત વાગીને 51 મિનિટે આવ્યો હતો અને તેનુ કેન્દ્ર અમરેલી શહેરથી 43 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં જમીનની 3.2 કિલોમીટરમાં ઉંડાણમાં હતુ.

Earthquake

કુદરતી આફત વ્યવસ્થાપન જિલ્લા એકમના એક અધિકારીના જણાવ્યા મુજબ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. તમને જણાવી દઈએ કે અમરેલી અમદાવાદથી 240 કિલોમીટર દૂર છે. સાવરકુંડલાના મીતીયાળામાં ઘણીવાર ભૂકંપના ઝટકા અનુભવાય છે. સવારે આવેલા ભૂકંપ પછી પણ 7.53 અને 7.57 વાગે ત્રણ આંચકા અનુભવાયા હતા. અમુક ઘરોમાં તિરાડો પડવાની માહિતી મળી છે. હાલમાં લોકોમાં ભૂકંપના કારણે ડરનો માહોલ છે.

નોંધનીય છે કે 30 જાન્યુઆરીના રોજ દૂધઈ અને ખાવડા પાસે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 30 જાન્યુઆરીએ સવારે 5.18 કલાકે ખાવડામાં ભૂકંપનો ઝટકો આવ્યો હતો. ત્યારબાદ 6.38 વાગે દુધઈ પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X