ગાંધીનગર: STના ફિક્સ પગારના કર્મચારીઓની દિવાળી સુધરી, DyCM હર્ષ સંઘવીનો મોટો નિર્ણય
ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)માં ફરજ બજાવતા ફિક્સ પગારના હજારો કર્મચારીઓ માટે આ દિવાળી આનંદમય બની રહેશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી (DYCM) હર્ષ સંઘવીએ પોતાના કાર્યભારના પ્રથમ દિવસે જ એસ.ટી. કર્મચારીઓના હિતમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે.

₹10,000ની 'તહેવાર પેશગી' મંજૂર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે, ST નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને તહેવાર નિમિત્તે રૂપિયા 10,000 (દસ હજાર રૂપિયા) ની 'તહેવાર પેશગી' (એડવાન્સ) તરીકે આપવામાં આવશે.
તહેવારના સમયે સામાન્ય રીતે આર્થિક જરૂરિયાત વધી જતી હોય છે. ત્યારે નાયબ મુખ્યમંત્રીના આ નિર્ણયથી નિગમમાં ફિક્સ પગાર પર કામ કરતા હજારો કર્મચારીઓને મોટી આર્થિક રાહત મળશે અને તેઓ ઉત્સાહભેર આ પર્વની ઉજવણી કરી શકશે.
DyCM હર્ષ સંઘવી દ્વારા લેવાયેલા આ કર્મચારી-લક્ષી નિર્ણયને ST નિગમના કર્મચારીઓએ હર્ષભેર આવકાર્યો છે અને તેમનો આભાર વ્યક્ત કર્યો છે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
