સુરતી છોકરીએ કર્યું પોલિસ સ્ટેશનમાં દારૂ પીને ધિગાંણુ, પોલિસ પણ હેબતાઇ ગઇ
ગુરુવારે સાંજે વાપી પાસેના પારડીના પોલીસ સ્ટેશનમાં એક છોકરીએ દારૂ પીને ધમાલ મચાવતા પોલીસ પણ શરમમાં મૂકાઈ ગઈ હતી. એટલું જ નહીં યુવતીને નિયંત્રણમાં લાવતા પોલીસના નાકે પણ દમ આવી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ગુરુવારે સાંજે મૂળ સુરતની આ યુવતી તેના મિત્રો બે યુવતી અને એક યુવક સાથે દમણ ફરવા માટે આવી હતી અને દારૂની મેહફીલ માણી હતી, પરંતુ કોઈક કારણથી મિત્રો વચ્ચે ઝઘડો થતા મિત્રોએ ભગવાડા ટોલનાકા પર યુવતીને એકલી છોડી મુકતા આ યુવતીએ ભગવાડા ટોલનાકા પર દારૂ પીધેલી હાલતમાં હંગામો મચાવ્યો હતો.

જો કે સમગ્ર ઘટના અંગે પારડી પોલીસને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી યુવતીની કસ્ટડી લઇ પારડી પોલીસ સ્ટેશન લાવ્યા હતા, પરંતુ આ યુવતી નશામાં ચકચૂર હોય આ યુવતીએ પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ શરૂ કરી હતી. જેને લઇને પોલીસ પણ શરમમાં મુકાઇ હતી.
ભારે જેહમત બાદ પોલીસે આ યુવતીને કંટ્રોલ કરી હતી અને ત્યાર બાદ આ યુવતીના મિત્રોની અટક કરી તેમના અને આ યુવતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
