યોગ દિવસે સીએમ સાથે યોગ કરો, જોડાવા માટે આવી રીતે કરાવો રજીસ્ટ્રેશન
વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ક્રમમાં ગુજરાત સરકાર દ્વારા પણ ઉજવણી કરવામા આવશે. આ દિવસે મુખ્યમંત્રી સુરતમાં ઉપસ્થિત રહીને ઉજવણીમાં સહભાગી બનશે.
આગામી 21 જૂનના રોજ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજયવ્યાપી ઉજવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર છે. આ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાનો કાર્યક્રમ સુરત ખાતે યોજાશે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા લોકો http://desk.voiceey.com/idoy/પર નોંધણી કરાવીને સહભાગી બની શકે છે.
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા જણાવ્યા અનુસાર, ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન યોગ વિદ્યા વૈશ્વિક વિરાસતમાં સામેલ થઈ છે. અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા યોગને માન્યતા મળી છે ત્યારે રાજયભરના નાગરિકો આ ઉજવણીમાં જોડાઈને દેશભરમાં યોગક્ષેત્રે પણ ગુજરાત નંબર વન બને તેવા પ્રયાસો કરવા અનુરોધ કરાયો છે.
અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાત અને ભારત સાથે સાથે દુુનિયાભરમાં યોગ દિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. લાખો લોકો આ દિવસે એકસાથે યોગ કરીને આ ઉજવણીમાં ભાગીદાર બને છે. આ ક્રમમાં દરવર્ષે ગુજરાત સરકાર પણ યોગ દિવસની ધમાકેદાર ઉજવણી કરે છે. આ વર્ષે પણ ઉજવણી થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
