બોટાદ ખાતે આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનાં આયોજન અન્વયે બેઠક યોજાઇ
ગુજરાતના બેટાદ જિલ્લમાં રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે તેન લઇને જિલ્લા કલેક્ટર દ્વારા એક બેઠક બોલવામાં આવી હતી જ્યાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે વિવિત સમિતિની રચના કવરામાં આવી છે.
આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદમાં થવા જઇ રહી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આ ભવ્ય કાર્યક્રમનું સુચારૂં આયોજન કરવા માટે જિલ્લા કલેક્ટર બી.એ.શાહનાં અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીનાં કોન્ફરન્સ હોલમાં સંકલન સમિતિનાં તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં રાજ્યકક્ષાનાં કાર્યક્રમની ઉજવણી અન્વયે વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી. સતત વિકાસની હરણફાળ ભરતું ગુજરાત રાજ્ય આ વર્ષે બોટાદ જિલ્લામાં ખુબ જ ઉત્સાહ અને ઉમંગ પૂર્વક પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ તમામ વિભાગોને એકજૂટ થઇ એક ટીમ તરીકે કામગીરી કરવા ઉપસ્થિત સૌ અધિકારીઓઓને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથોસાથ તમામ કામગીરી આયોજનપૂર્વક અને નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા સહિત તમામ વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બોટાદ શહેરમાં 26મી જાન્યુઆરીનાં રોજ પ્રજાસત્તાક પર્વનો રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ તેમજ પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ એટહોમ કાર્યક્રમ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
