Gujarat News: માછીમારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 11 ઓગસ્ટથી બોટ માટે ડીઝલનું વિતરણ કરાશે
Gujarat News: મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, માછીમારીની નવી સીઝન શરુ થાય તેના પાંચ દિવસ આગાઉ 11 ઓગસ્ટથી જ બોટ માટે ડીઝલ વિતરણ શરુ કરાશે. સીઝનની શરૂઆતમાં ડીઝલ માટે બંદરો પર સર્જાતા ટ્રાફિકને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

માછીમાર સંગઠનો દ્વારા રાજ્ય સરકરને કરવામાં આવેલી રજૂઆતને હકારાત્મક વાચા આપતા મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક માછીમાર હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી તા. 16 ઓગસ્ટથી રાજ્યમાં શરુ થઇ રહેલી નવી માછીમારી સીઝન માટે માછીમાર ભાઈઓને બોટ માટે ડીઝલ વિતરણ તારીખ 11 ઓગસ્ટથી જ શરુ કરી દેવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા ડીઝલ વિતરણ કરવામાં આવે છે
આ સંદર્ભે મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પરિપત્રિત કરાયા મુજબ આગામી 16 ઓગસ્ટથી નવી માછીમારી સીઝન શરુ થવા જઈ રહી છે. માછીમારી માટે જતા માછીમાર ભાઈઓની બોટ માટે સીઝન શરુ થાય ત્યારથી રાજ્ય સરકાર દ્વારા ડીઝલ વિતરણ કરવામાં આવે છે. સીઝન શરુ થવાના દિવસે જ ડીઝલ વિતરણ થતા બંદરો પર બોટનો ટ્રાફિક સર્જાય છે અને માછીમારોને વિવિધ મુશ્કેલીઓ થાય છે. જેથી સીઝન શરુ થાય તે આગાઉ જ ડીઝલ વિતરણ માટેની પરવાનગી આપવા ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાંથી અનેક માછીમાર આગેવાનો અને સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
11 ઓગસ્ટથી જ ડીઝલ વિતરણની કામગીરી શરુ કરવામાં આવશે
માછીમાર આગેવાનો અને સંગઠનોની આ રજૂઆત રાજ્ય સરકારને યોગ્ય જણાઈ આવતા, તાત્કાલિક ધોરણે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સીઝનની શરૂઆતમાં જ માછીમારો ભાઈઓને કોઈપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે 5 દિવસ અગાઉથી એટલે કે, 11 ઓગસ્ટથી જ ડીઝલ વિતરણની કામગીરી શરુ કરવામાં આવશે, તેમ મત્સ્યોદ્યોગ મંત્રીએ ઉમેર્યું હતું.
સરકારે 2 દિવસ પહેલા જ કેરોસીન અને પેટ્રોલની સહાયમાં ત્રણ ગણો વધારો કર્યો હતો
ગુજરાત સરકારે રાજ્યના માછીમારોને મોટી રાહત આપતા OBM (Outboard Motor) બોટ માટે મળતી કેરોસીન અને પેટ્રોલની સહાયમાં ત્રણ ગણો વધારો કર્યો હતો. અત્યાર સુધી માછીમારોને દર મહિને 150 લિટરની સહાય મળતી હતી, જે હવે વધારીને 450 લિટર કરવામાં આવી છે. મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે આ અંગેની જાહેરાત ગાંધીનગરમાં માછીમાર આગેવાનો સાથેની બેઠકમાં કરી હતી. આ ઉપરાંત, આ સહાયનું વિતરણ ડીઝલ સહાયની જેમ જ પારદર્શક ઓનલાઈન સોફ્ટવેર દ્વારા કરવામાં આવશે.
સોફ્ટવેર મારફત માછીમારોને ડીઝલ સહાય આપવામાં આવે છે
રાજ્ય સરકાર દ્વારા OBM બોટમાં ડીઝલની સહાય આપવા માટે એક વિશેષ સોફ્ટવેર તૈયાર કરીને સોફ્ટવેર મારફત માછીમારોને ડીઝલ સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે કેરોસીન અને પેટ્રોલ માટે પણ એક વિશેષ સોફ્ટવેર તૈયાર કરીને સોફ્ટવેર મારફત જ કેરોસીન અને પેટ્રોલની સહાય આપવા માછીમાર આગેવાનો દ્વારા આ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી. માછીમારોની આ રજૂઆતને હકારાત્મક વાચા આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ડીઝલ સહાયની જેમ જ કેરોસીન અને પેટ્રોલની સહાય માટે પણ રાજ્ય સરકાર દ્વારા અલાયદો ઓનલાઈન સોફ્ટવેર વિકસાવવામાં આવશે. આ સંદર્ભે જરૂરી કાર્યવાહી કરવા મંત્રીએ સંબંધિત અધિકારીઓને આદેશ કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
