10 Page: આ તસવીરોમાં જુઓ ડીજી વણજારાનો પત્ર
ગાંધીનગર, 3 સપ્ટેમ્બર: સોહરાબુદ્દીન કેસમાં સંડોવાયેલા અને હાલમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા ડી.જી. વણઝારાએ આજે પોતાના પદેથી રાજીનામુ આપી દિધું છે. અને તેમણે ગુજરાત સરકારના ગૃહ વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરીને 10 પાનાનો એક પત્ર લખ્યો પણ છે.
જેમાં તેમણે સરકાર અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પોતાના પત્રમાં મુખ્યમંત્રી મોદી ઉપર પણ આડકતરી રીતે પ્રહાર કર્યો છે.
સસ્પેન્ડેડ ડીઆઇજી વણઝારાએ પત્રમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને જણાવ્યું છે કે ભુતકાળમાં જ્યારે પણ સરકાર આફતમાં આવી હતી ત્યારે અમે સરકાર સામે ઢાલ બનીને ઉભા રહ્યા હતાં.
પરંતુ મને લાગે છે કે સરકારે અમને બચાવવાના કોઇ પ્રયત્નો કર્યા નથી. સરકારે મને મારા અને મારા ઓફિસરોને જેલમાં જ રહે તેવા પ્રયત્નો કર્યા છે. જેથી સરકાર પોતે સીબીઆઇથી બચી શકે અને સરકાર રાજકીય લાભ ઉઠાવી શકે.

ડીજી વણજારાએ સોપ્યું રાજીનામુ, પત્ર લખી કર્યો ઘટસ્ફોટ
ડીજી વણઝારાએ પત્રમાં જણાવ્યું છે કે અમારી સામે જ્યારે કાર્યવાહી થઇ રહી હતી ત્યારે સરકાર મૌન સેવી લીધું હતું પરંતુ જ્યારે અમિત શાહની સીબીઆઇએ ધરપકડ કરી ત્યારે સરકારે તાત્કાલિક પગલાં ભર્યા હતા.

ડીજી વણજારાએ સોપ્યું રાજીનામુ, પત્ર લખી કર્યો ઘટસ્ફોટ
અમિત શાહને બચાવવા માટે સરકારે રામ જેઠમલાણીને પણ અટકાવ્યા હતા. સરકાર સુપ્રીમ કોર્ટ સુધી પણ લડી અને 3 મહિનામાં જ તેમને છોડાવી લીધા. હું, રાજકુમાર પાંડિયન અને દિનેશ એમએન જ્યારે સીઆઇડી ક્રાઇમનો ભોગ બન્યા ત્યારે સરકારે અમને કોઇ કાનૂની સહાય ન કરી.

ડીજી વણજારાએ સોપ્યું રાજીનામુ, પત્ર લખી કર્યો ઘટસ્ફોટ
ગુજરાત સરકારે અમારા પરિવારની કોઇપણ જાતની સુરક્ષા પુરી પાડી નથી.

ડીજી વણજારાએ સોપ્યું રાજીનામુ, પત્ર લખી કર્યો ઘટસ્ફોટ
ડીજી વણઝારાએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, અનેક એવા ઘટનાક્રમો બન્યા છે જેનાથી હું અને મારા ઓફિસરો છેતરાયાની લાગણી અનુભવીએ છીએ.

ડીજી વણજારાએ સોપ્યું રાજીનામુ, પત્ર લખી કર્યો ઘટસ્ફોટ
હવે આ સરકાર ઉપર વિશ્વાસ રાખવા માટે કોઇ કારણ રહ્યું નથી.

ડીજી વણજારાએ સોપ્યું રાજીનામુ, પત્ર લખી કર્યો ઘટસ્ફોટ
અમિત શાહ જ્યારે ગૃહ રાજ્યમંત્રી હતા ત્યારે પોલીસ જેવા સંવેદનશીલ વિભાગમાં સંપૂર્ણપણે મીસ મેનેજમેન્ટ ચલાવી લેતા હતાં. સરકારની નીતિ ભાગલા પાડો અને શાસન કરો જેવી રહી છે.

ડીજી વણજારાએ સોપ્યું રાજીનામુ, પત્ર લખી કર્યો ઘટસ્ફોટ
તેમણે કહ્યું કે મેં છ વર્ષ સુધી મૌન ધારણ કર્યુ અને મને સરકાર ન્યાય આપશે તેવી આશા રાખી હતી પરંતુ હું નિરાશ થયો છું. મેં અને મારા ઓફિસરોએ ગુજરાતને ગોધરાકાંડ પછી બીજું કાશ્મીર બનતા અટકાવ્યું હતું.

ડીજી વણજારાએ સોપ્યું રાજીનામુ, પત્ર લખી કર્યો ઘટસ્ફોટ
જ્યારે જેહાદી ત્રાસવાદનો ભોગ બન્યુ હતું ત્યારે અમે સરકાર અને લોકોની રક્ષા કરી હતી. અમને સરકારે એન્કાઉન્ટરના ખોટા કેસમાં ફસાવી દીધી છે.

ડીજી વણજારાએ સોપ્યું રાજીનામુ, પત્ર લખી કર્યો ઘટસ્ફોટ
ડીજી વણઝારાએ વધુમાં જણાવ્યું છે કે મેં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ રાખીને અત્યાર સુધી મૌન ધારણ કર્યું હતું. હું તેમની ભગવાનની જેમ પુજા કરતો હતો. પરંતુ હવે મારે ખેદજનક રીતે કહેવું પડે છે કે તેઓ અમિતભાઇ શાહની વગમાંથી બહાર આવી શક્યા નથી.

ડીજી વણજારાએ સોપ્યું રાજીનામુ, પત્ર લખી કર્યો ઘટસ્ફોટ
નરેન્દ્ર મોદીની વહીવટી તંત્ર ઉપર એવી પકડ હતી કે તેઓ ગુજરાત સરકાર પ્રોક્સી રીતે ચલાવી રહ્યા હતાં. પત્રના અંતે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપતા કહ્યું છે કે મેં મારી જિંદગીના સાત વર્ષ ગુજરાત અને મહારાષ્ટ્રની જેલમાં કાઢયા છે. હું બલિદાન આપવા પણ તૈયાર છું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
