આહવાના ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો યોજાયા
Bharat Sankalp Yatra programs: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ તારીખ 15 નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી દેશ સમસ્તમાં, જનહિતલક્ષી યોજનાઓના લાભથી પાત્રતા ધરાવતો એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે, જનજાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામા આવ્યો છે.
આ યાત્રાના માધ્યમથી છેવાડાના લોકો સુધી પહોંચી, સરકારી યોજનાઓની જાણકારી અને તેનો લાભ પુરો પાડવા માટે સરકાર સંકલ્પબદ્ધ હોવાની પ્રતીતિ સાથે, પ્રજાજનોને મળવાપાત્ર લાભો સહિત અનેક સેવાઓ ઘરઆંગણે પુરી પાડવામાં આવી રહી છે.
તારીખ 15 ફેબ્રુઆરીના રોજ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગાઢવી, ચનખલ, ચિંચલી અને ગડદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી. જેમા કુલ 2101 લોકોએ યાત્રામા ભાગ લઇ, વિકસિત ભારતનો સંકલ્પ લીધો હતો. આ સાથે જ અહિં વિવધ કાર્યક્રમો પણ યોજાયા હતા.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે ગામમા વિશેષ ગ્રામસભા, તબીબી નિદાન અને સારવાર કેમ્પ, પશુ આરોગ્ય મેળા, શૈક્ષણિક સ્પર્ધાઓ, ક્વિઝ કોમ્પિટિશન, ગામના ગૌરવનુ સન્માન સહિત શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તારીખ 15 ફેબ્રુઆરીએ યોજાયેલ યાત્રામાં આ ચાર ગામોના કુલ 2101 ગ્રામજનો જોડાયા હતા. દરમિયાન આ ગામોના કુલ 1340 લોકોએ અહીં આયોજિત આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. જેમા 213 વ્યક્તિઓનુ ટીબી સ્ક્રિનીંગ, તથા 84 જેટલા લોકોનું સિકલસેલનું સ્ક્રિનીંગ પણ હાથ ધરાયુ હતુ. સાથે પીએમજેવાય-મા યોજના, એનસીડી, આભા આઇ-ડી અને વેકસીનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
સંકલ્પ યાત્રાના સથવારે 3 મહિલાઓ અને વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. તો 101 વ્યક્તિઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામા આવ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2 ના કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઇ ચૌધરી સહિત પ્રશાસનિક અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, સરપંચ, આંગણવાડી બહેનો, આશા બહેનો, લાભાર્થીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
