નવાગામ મર્ડર કેસના આરોપીને દ્વારકા પોલીસે ગણતરીની કલાકોમાં દબોચ્યા
નવાગામ મર્ડર કેસના આરોપીને દ્વારકા પોલીસે ગણતરીની કલાકોમાં દબોચ્યા
ભાણવર તાલુકાના નવાગામ ખાતે ચાર ઈસમોએ ધોળા દિવસે એક શખ્સની હત્યા કરી હતી. જે બાબતે મહેશભાઈ ગોરધનભાઈ જાવીયાએ ભાણવડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ચાર આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે 30 મેના રોજ હેશભાઈ ગોરધનભાઈ જાવીયા રાત્રે ઊંઘી રહ્યા હતા ત્યારે ચાર ઈસમો લાકડીઓ લઈ ત્યાં પહોંચી ગયા હતા અને લાકડીઓથી તેમના પર હુમલો કરી કર્યો હતો, તથા તેના સંબંધીઓને મારી નાખવાની ધમકી આપી તથા અન્ય ત્રણ ઈસમોએ હરેશભાઈને આડેધડ ઢોરમાર મારતાં માથામાં, પગમાં અને બંને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી, હરેશભાઈ મૃત્યુ પામતાં ચારેય ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ બાબતે આઈપીસીની કલમ 302, 120બી, 506 (2), 114 જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શંકાસ્પદ ઈસમોની પુછપરછ કરતાં ચાર આરોપી ચમન વેજા પિપરોતર (ઉ.વ.50, નવાગામ), દિવ્યેશ ચનાભાઈ પિપરોતર (ઉ.વ. 22, નવાગામ), બાવા હિંગોરા (ઉ.વ. 55, નવાગામ) અને મિલન વિરમ ઓડેદરા (ઉ.વ. 23, નવાગામ)એ ગુનાની કબૂલાત કરી લીધી છે.
દેવભૂમિ દ્વારકા પોલીસે આ ચારેય આરોપીઓને પકડી તેમના કોવિડ 19 રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે. કોવિડ રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
