delhi election result 2025 : દિલ્હીમાં AAP ની હાર પર યોગેન્દ્ર યાદવે શું કહ્યું?
delhi election result 2025 : દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર થઈ છે. આમ આદમી પાર્ટીની આ હાર સાથે સાથે પાર્ટીના અસ્તિત્વને લઈને પણ ઘણા સવાલ ઉભા થાય છે.
આમ આદમી પાર્ટી દિલ્લીમાં જ સ્થાપિત થઈ હતી અને અહીંથી આગળ વધીને માત્ર પંજાબમાં પોતાની સરકાર બનાવી શકી છે. પાર્ટીના કેન્દ્રમાં દિલ્લી અને કેજરીવાલ રહ્યા છે. હવે પાર્ટી સાથે કેજરીવાલ પણ હાર્યા છે.

આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્યોમાંથી એક રહેલા સ્વરાજ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે પણ દિલ્લીમાં AAPની હાર પર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે સ્વીકાર્યું છે કે પાર્ટીના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન લાગી ગયું છે અને તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આગળ કેજરીવાલ અને તેમની ટીમ માટે શું રસ્તો હોઈ શકે છે.
એક ઇન્ટરવ્યુમાં યોગેન્દ્ર યાદવે કહ્યું કે, આ માત્ર આમ આદમી પાર્ટી માટે જ નહીં પરંતુ દેશમાં દસ-બાર વર્ષ પહેલાં વૈકલ્પિક રાજકારણનું સ્વપ્ન જોનાર તમામ લોકો માટે એક મોટો ઝટકો છે.
તેમણે કહ્યું કે, ઝટકો તે તમામ પક્ષો માટે પણ છે, જે આમ આદમી પાર્ટી સાથે નથી, પરંતુ જે દેશના વિપક્ષો છે, તે સમગ્ર વિપક્ષ માટે પણ ઝટકો છે.
યાદવે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓના ભવિષ્ય અંગે આશંકા વ્યક્ત કરતાં કહ્યું કે, અરવિંદ કેજરીવાલનો હાર, મનીષ સિસોદિયાનો હાર અને તમામ પ્રયત્નો છતાં ચૂંટણી હારવી તે એક મોટો ઝટકો છે.
તેમણે આગળ કહ્યું કે, આ ચૂંટણી આમ આદમીના ભવિષ્ય પર એક પ્રશ્નચિહ્ન ઉભું કરે છે, કારણ કે ગુજરાતમાં તો સફળતા મળશે નહીં અને હવે ભાર માત્ર પંજાબ પર જ આવશે અને ત્યાં ભાજપની કોશિશ રહેશે આમ આદમી પાર્ટીને તોડવાની, ભાજપ હારવા પર રોકાશે નહીં, પાર્ટીને તોડવાની કોશિશ કરશે. તે મુકાબલામાં આમ આદમી પાર્ટી કેવી રીતે ટકી શકશે એ એક મોટો પ્રશ્ન છે.
તેમણે આગળ કહ્યું કે, આ પડકાર તે લોકો માટે પણ છે જે આજે આમ આદમી પાર્ટી સાથે નથી, પરંતુ વૈકલ્પિક રાજકારણનું સ્વપ્ન જોયું હતું. આ પડકાર સમગ્ર વિપક્ષ માટે છે, કારણ કે ભાજપ આ દેશમાં સંપૂર્ણ પ્રભુત્વ ઈચ્છે છે. માત્ર ચૂંટણી જીતવાથી ખુશ નથી તે અને આજની જીત સાથે ભાજપના સંપૂર્ણ પ્રભુત્વનું અભિયાન આગળ વધ્યુ છે અને તેનો વિરોધ કરનારાઓને આ દેશમાં બંધારણ અને લોકતંત્રની રક્ષા કરવાનો સંકલ્પ કરનારાઓની પડકારો આજે વધ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
