ગુજરાતી ચેનલ સાથેની વાતચીતમાં દાઉદે કહી પોતાના મનની વાત
અમદાવાદ, 8 જુલાઇ: એક ગુજરાતી ટીવી ચેનલ નિર્માણે હાલમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે ટેલિફોન પર વાતચીત કરીને ઇન્ટરવ્યૂ લેવાનો દાવો કર્યો છે. આ ઇન્ટર્વ્યૂ નિર્માણ ચેનલના પત્રકાર પદ્મકાંત ત્રિવેદીએ લીધું છે અને ફોનમાં ઇન્ટર્વ્યૂ આપનાર દાઉદ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ કથિત વાતચીતમાં દાઉદે એવો દાવો કર્યો છે કે 24 વર્ષ બાદ કોઇ પત્રકારને ઇંટરવ્યૂ આપ્યો છે.
આ ઇંટરવ્યૂમાં દાઉદે દાવો કર્યો છે કે થોડા વર્ષો પહેલા ભારત આવવા માટે તૈયાર હતો. એટલું જ નહીં અંડરવર્લ્ડ ડોને દાવો કર્યો છે કે મુંબઇ બ્લાસ્ટમાં તેનો કોઇ હાથ નથી. અલકાયદા સાથે તેના સંબંધ અંગે પૂછવામાં આવતા તેણે જણાવ્યું કે તે એક વ્યાપારી છે અને કોણ આતંકવાદી છે તેનાથી તેને કોઇ ફર્ક નથી પડતો.
આ વાતચીતમાં એવો ખુલાસો પણ સામે આવ્યો છે કે દાઉદે પૂર્વ આઇપીએલ કમિશ્નર લલીત મોદીને 1 હજાર કરોડ રૂપિયા વ્યવસાય માટે આપ્યા હતા. આ ઉપરાંત ભારતમાં 24 હજાર કરોડ રૂપિયાના રોકાણનો પણ દાઉદે દાવો કર્યો છે.
વાંચો આ ઇંટરવ્યૂની મુખ્ય વાતચીત આઇબીએન7ના સૌજન્યથી...

1.
પત્રકાર- હેલ્લો, હું પત્રકાર પદ્મકાંત ત્રિવેદી બોલી રહ્યો છું.
દાઉદ- નમસ્કાર હું પત્રકારોની ઘણી ઇજ્જત કરુ છું.
પત્રકાર- આપ દાઉદ ઇબ્રાહિમ બોલી રહ્યા છો?
દાઉદ- હું દાઉદ બોલી રહ્યો છું કોઇ શક?

2.
પત્રકાર- આપે છેલ્લે ઇંટરવ્યૂ કયા પત્રકારને આપ્યું હતું?
દાઉદ- મેં છેલ્લે 24 વર્ષ પહેલા ઇંડિયા ટૂડેને ઇંટરવ્યૂ આપ્યું હતું.
પત્રકાર- હાલમાં રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે આશા છે કે આપ સત્ય બોલશો?
દાઉદ- મારે ખોટું બોલવું હોત તો વાત જ ના કરતો.

3.
પત્રકાર- આપ પાકિસ્તાનમાં છો કે કરાચીમાં, આપ બતાવશો?
દાઉદ- આ નોબત જ ના આવતી જ્યારે મે ભારત પાછા ફરવાની વાત કહી અને ભારત સરકારે માની લીધી હોત તો. મારો મુંબઇ બ્લાસ્ટ સાથે કોઇ સંબંધ નથી, હું નિર્દોષોને નથી મારતો. અને મારા ધંધામાં આડે આવનારાઓને નથી છોડતો.

4.
પત્રકાર- અલકાયદા સાથે આપના કેવા સંબંધ છે?
દાઉદ- હું એક વ્યાપારી છું અને કોણ આતંકવાદી છે તેનાથી મને કોઇ ફર્ક નથી પડતો.

5.
પત્રકાર- શું આપને ડર નથી લાગતો કે આપનો પણ હાલ લાદેન જેવો ના થઇ જાય?
દાઉદ- ડરવા જેવી કોઇ વાત નથી. આઇપીએલ સ્પોટ ફિક્સિંગમાં મારા નામનો ઉપયોગ ઘણા લોકો કરે છે. મેં લલિત મોદીને 1 હજાર કરોડ રૂપિયા આપ્યા હતા, જે મારા બિઝનેસ સાથે સંબંધિત હતો. મારા બોલીવુડ અને ક્રિકેટ સાથે ખૂબ જ જૂના સંબંધ છે. કાશ્મિર અંગે બોલીને વિવાદમાં નથી ફસાવા માંગતો.

6.
પત્રકાર- શું દીપિકા પાદુકોણે આપની પાસે રૂપિયા માંગવા માટે ફોન કર્યો હતો?
દાઉદ- દીપિકા પાદુકોણે કોઇ કોન્ટેક્ટ નથી કર્યો. નેતાઓ સાથે વાત કરવામાં કોઇ રસ નથી.

7.
પત્રકાર- સ્વાસ્થ્ય સંબંધિત કર્યો સવાલ
દાઉદ- હજી સુધી હું સલામત છું અને ઇંશાઅલ્લાહ આગળ પણ સલામત રહીશ. લલિત મોદીની સાથે રૂપિયાની ડીલ હતી. તે સિવાય બીજો કોઇ મામલો ન્હોતો.

8.
પત્રકાર- આલમજેબથી ડરવા પર સવાલ
દાઉદ- ઇન્ડિયાના દરેક ડોને મારો માર ખાધો છે. મને કોઇનાથી ડર નથી લાગતો. હું બેખોફ ઇંસાન છું. આરામથી ધંધો કરુ છું. પાછા ફરવાનું હજી વિચાર્યું નથી.

મોદી સરકાર અંગે શું કહ્યું દાઉદે
તે તેમનું કામ કરી રહ્યા છે હું મારું. મારું દરેક સ્થળે ઇન્વેસ્ટમેન્ટ છે ભારતમાં. 24000 કરોડથી વધારેનું રોકાણ છે મારું. છોટા રાજન છૂપાઇને બેઠો છે, જે દિવસે બહાર નિકળ્યો એ દિવસે મરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
