ડાંગ : વન વિભાગ ભરતી મેળામાં મહિલા ઉમેદવારો સૌથી વધુ સફળ

સમગ્ર ભરતી મેળાની સફળ કામગીરીને બિરદાવતા ચેરમેન જી.આઈ.નાયકે જણાવ્યું હતું કે ભૌગોલિક પરિસ્થિતિને કારણે ડાંગ જીલ્લામાં ભરતીની પ્રક્રિયા ખૂબ જ કઠીન હતી. પરંતુ વન વિભાગની કર્મયોગી ટીમ દ્વારા તમામ કામગીરી ખૂબ જ ખંતપૂર્વક કરવામાં આવી છે. ભરતીમેળા દરમિયાન મહિલાઓ સૌથી વધુ સફળ રહેવા પામેલ છે.
જીલ્લાના વહીવટી તંત્ર,સાયબર ગૃપ,શિક્ષણ વિભાગ,પોલીસ વિભાગ,રેવન્યુબ,રોજગાર,ડાંગ સ્વરાજ આશ્રમ અને આરોગ્ય, વિભાગની ટીમોએ ઉમેદવારોની સુવિધા માટે ખૂબ જ સહયોગ આપ્યો હતો. આ તમામ ટીમોએ ખૂબ સારી કામગીરી કરી છે. આ કામગીરી ની સફળતાનો શ્રેય તેમણે આ ટીમોને અર્પણ કર્યો હતો.
સાસણગીરના નાયબ વન સંરક્ષક અને ભરતી સમિતિના સભ્ય સચિવ ર્ડા.સંદીપ કુમાર(IFS) ડાંગ જીલ્લો નાનકડો છતા રળિયામણો હોવાનું જણાવી અહીં સેવા કરવાની અપેક્ષા રાખી હતી. જ્યારે ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક અને ભરતી સમિતિના સભ્ય ર્ડા.બી.સુચિનભા(IFS) એ જણાવ્યું હતું કે ત્રણ દિવસના ભરતી મેળામાં ડાંગ તથા તાપી જીલ્લાના પુરૂષ અને મહિલા મળીને કુલ 1,938 ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જે પૈકી 494 ઉમેદવારો શારિરીક યોગ્યતાની કસોટીમાં ઉત્તીર્ણ થયા હતા.
નાયબ પોલીસ અધિક્ષક એન.સી.પટેલે કહ્યું હતું કે હવે પછી કોઈપણ ભરતી મેળાની તૈયારીના ભાગરૂપે પોલીસ વિભાગ તરફથી પુરૂષ અને મહિલા ખેલાડીઓ માટે વિનામૂલ્યે ભરતીની પ્રેકટીસ કરવા દેવામાં આવશે. ભરતીમાં સફળ બનવા માટે ગ્રામીણ ઉમેદવારને ડાંગ પોલીસ દ્વારા મદદ કરવામાં આવશે. અહીં વિશાળ તાલીમભવન તૈયાર કરવામાં આવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
