પાટણમાં ભત્રીજાએ ક્રિકેટ મેચ વચ્ચે બોલ ઉપાડ્યો તો લોકોએ દલિત કાકાનો કાપી નાખ્યો અંગૂઠો
ગુજરાતના પાટણ જિલ્લામાંથી એક ભયાનક ઘટના સામે આવી છે, ગામ લોકોએ એક દલિત વ્યક્તિનો અંગૂઠો કાપી નાખ્યો હતો. તેના ભત્રીજાના નાના કૃત્યની સજા તરીકે આ વ્યક્તિનો અંગૂઠો કાપી નાખવામાં આવ્યો હતો.
આ ઘટના ગુજરાતના પાટણ જિલ્લાના એક ગામની છે જ્યાં ગ્રામજનોએ એક દલિત વ્યક્તિ અને તેના ભાઈને ઢોર માર માર્યો એટલુ જ નહીં પરંતુ કથિત રીતે દલિત વ્યક્તિનો અંગૂઠો પણ કાપી નાખ્યો.

લોકોએ આવુ એટલા માટે કર્યુ કારણ કે તે વ્યક્તિનો ભત્રીજો ગામની શાળાના મેદાનમાં ક્રિકેટ મેચ જોવા ગયો હતો અને તે મેચ દરમિયાન તેણે બોલ ઉપાડ્યો હતો. પોલીસ રિપોર્ટ મુજબ એક દલિત વ્યક્તિ પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને તેનો અંગૂઠો કાપી નાખવામાં આવ્યો હતો.
આ ઘટના પાટણ જિલ્લાના કાકોશી ગામમાં બની હતી જ્યારે શાળાના મેદાનમાં ક્રિકેટ મેચ ચાલી રહી હતી અને મેચ જોવા આવેલા બાળકે બોલ ઉપાડી લીધો હતો. આ પછી મેચ રમી રહેલા લોકો ઉશ્કેરાઈ ગયા અને છોકરાને ધમકાવવા લાગ્યા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે છોકરાને ધમકી આપવા ઉપરાંત, આરોપીઓએ કથિત રીતે દલિત સમુદાયના સભ્યોનું અપમાન કરવા અને ડરાવવાના હેતુથી છોકરા પર જાતિવાદી અપશબ્દો બોલવાનુ શરૂ કર્યુ હતુ.
જ્યારે છોકરાના કાકા ધીરજ પરમારે આરોપીઓએ બોલેલા અપશબ્દો સામે વાંધો ઉઠાવ્યો ત્યારે તે સમયે મામલો થાળે પડ્યો અને એ લોકો શાંત થઈ ગયા.
પરંતુ તે જ દિવસે તીક્ષ્ણ હથિયારો સાથે સાત શખ્સોએ ધીરજ અને તેના ભાઈ કીર્તિ પર હુમલો કર્યો હતો. પીટીઆઈ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ આ લોકોએ કીર્તિનો અંગૂઠો કાપી નાખ્યો હતો અને તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો.
પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પોલીસે કલમ 326 (સ્વૈચ્છિક રીતે ખતરનાક હથિયારોથી ગંભીર ઇજા પહોંચાડવી), 506 (ગુનાહિત ધાકધમકી) અને ભારતીય દંડ સંહિતાની અન્ય કલમો (IPC) અને SC અને ST (અત્યાચાર નિવારણ અધિનિયમ) હેઠળ કેસ નોંધ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
