આત્મવિલોપન કરનાર ભાનુભાઇનું થયું નિધન, ઓઢવમાં થયો વિરોધ
પાટણમાં આત્મવિલોપન કરનાર ભાનુભાઇ વણકરનું નિધન થયું છે. આ અંગે જીજ્ઞેશ મેવાણી જેવા દલિત નેતા છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં છે. ઓઢવ ખાતે પણ આનો વિરોધ થયો હતો. જાણો આ સમાચાર અંગે વધુ વિગતો અહીં.
પાટણની જિલ્લા કલેક્ટર કચેરીની ઓફિસે આત્મવિલોપન કરનાર ભાનુભાઇ વણકરનું શુક્રવારે મોડી રાતે એપોલો હોસ્પિટલમાં મોત થયું છે. જમીન મુદ્દે દલિત સામાજિક કાર્યકર ભાનુભાઇએ કલેક્ટ કચેરી સમક્ષ આત્મદાહ કર્યો હતો. જે બાદ તેમને સાંજે એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઘટનામાં તેમનું 95 ટકા શરીર બળી ગયું હતું. અને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. પણ મોડી સાંજે તેમનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે દલિત મુદ્દાઓને લઇને લડતા ભાનુભાઇની મોત પછી ગુજરાતનું રાજકારણ પર ગરમાયું છે. આ મામલે દલિત સમાજે પાટણમાં રેલી નીકાળી હતી અને દુકાનો બંધ કરાવી હતી. પીએમ કરાવ્યા પછી તેમનું મૃતદેહ તેમના માદરે વતન લઇ જવામાં આવશે. જો કે દલિતભાઇ દ્વારા આત્મવિલોપન કર્યા પછી જીજ્ઞેશ મેવાણી સમેત અનેક નેતાઓ દોડી આવ્યા હતા. અને તેમણે આ વાતનો વિરોધ કર્યો હતો.

તો બીજી તરફ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લોકોએ ટાયર બાળીને ભાનુભાઇની મોત પછી સરકારનો વિરોધ કર્યો હતો. ઓઢવના મનમોહક ચોકડી પાસે આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર પણ સતર્ક થઇ છે. અને પોલીસ દ્વારા અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચાંપતો બંદોવસ્ત કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પાટણ કલેક્ટર કચેરી ખાતે જમીન મામલે ભાનુભાઇ અગાઉથી જ અલ્ટીમેટમ આપી ચૂક્યા હતા. ત્યારે જીજ્ઞેશ મેવાણી દ્વારા કલેક્ટરને સસ્પેન્ડ કરવાની માંગણી પણ ઊઠી હતી. વધુમાં આજે સવારે આ અંગે તેમનો પરિવાર અને જીજ્ઞેશ મેવાણી પ્રેસ કોન્ફર્ન્સ પણ કરવાના છે. ત્યારે આવનારા સમયમાં આ ઘટનાના ઘેરા પ્રતિઘાત પડી શકે તેમ છે.
ભાનુભાઈ વણકર આપણી વચ્ચે રહ્યા નથી. દલિત વિરોધી ભાજપ સરકારે આ સંનિષ્ઠ આંબેડકરવાદી કર્મશીલનો ભોગ લીધો. આપણે સૌ અત્યંત વ્યથિત અને આક્રોશીત છીએ, પણ આવતી કાલે તેમના પરિવારના સભ્યો જે કોલ આપે તે મુજબ કોલને ઝીલી લઇ ન્યાયની આ લડાઈ ને તેના આખરી અંજામ સુધી લઈ જવા પ્રયત્નશીલ બનીશું.
— Jignesh Mevani (@jigneshmevani80) February 16, 2018
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
