Dakor Temple Controversy : ડાકોર મંદિર કમિટિના નિર્ણયને લઈને વિવાદ, જાણો શું છે પુરી બબાલ?
Dakor Temple Controversy : ડાકોર મંદિર કમિટીના એક વિવાદાસ્પદ નિર્ણયને લઈને ભક્તોમાં નારાજગી જોવા મળી છે. ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવામાં આવતા મોટો વિવાદ સર્જાય છે.
મંદિર કમિટીએ આરતી દરમિયાન કોઈપણ વારાદારી સિંહાસન કે તેના પાટિયા પર ઉભા રહી આરતી કરી નહીં શકવાનો આદેશ કરાતા આ હંગામો સર્જાયો છે.

સમાચાર અનુસાર, ડાકોર મંદિર કમિટિએ આ નિર્ણય 22 નવેમ્બર 2024 ની એક દુર્ઘટનાને આધાર બનાવીને લીધો છે. આરતી દરમિયાન એક તપોધન વારાદારીનો ખેસ સળગવાની ઘટના બની હતી.
આ ઘટનાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે મંદિર કમિટિએ આરતી માટે નવા નિયમો લાગુ કર્યા છે. હવે આ નિર્ણયને લઈને વવાદ થઈ રહ્યો છે.
આ નિર્ણયને કારણે ભક્તોમાં રોષ ફેલાયો છે. ભક્તોનું માનવુ છે કે આ નવા નિયમને કારણે ભગવાન રણછોડજીના દર્શન કરવામાં મુશ્કેલી પડી શકે છે.
આરતીની પરંપરાને અચાનક બદલાતા ભક્તોમાં અસંતોષ છે. કેટલાક ભક્તોનું માનવું છે કે એક માત્ર ઘટના માટે આટલો મોટો નિર્ણય કેમ લેવાયો?
બીજી તરફ આ નિયને કારણે વિરોધનીસંભાવનાને ધ્યાનમાં રાખીને ડાકોર મંદિર કમિટિએ આરતી માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો છે. હાલની સ્થિતી જોતા આ વિવાદ વધી શકે છે. જણાવી દઈએ કે, ડાકોર મંદિરની ગણતરી ગુજરાતના અગ્રણી મંદિરોમાં થાય છે. આ મંદિરમાં વર્ષે લાખો લોકો દર્શન માટે આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
