DA Hike Gujarat : ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં વધારો
DA Hike Gujarat : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેબિનેટની બેઠકમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA- Dearness Allowance) માં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે કેન્દ્ર સરકારના ધોરણોને અનુરૂપ છે. આ વધારો 1લી જુલાઈ 2025 ની અસરથી લાગુ થશે.

આ નિર્ણય અનુસાર, જે કર્મચારીઓને સાતમા પગાર પંચ (7th Pay Commission) નો લાભ મળે છે તેમના મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે છઠ્ઠા પગાર પંચ (6th Pay Commission) હેઠળ આવતા કર્મચારીઓને 5% નો વધારો મળશે.
સરકારના આ નિર્ણયથી રાજ્યના કુલ 9.5 લાખ થી વધુ કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને સીધો લાભ થશે. રાજ્ય સરકાર, પંચાયત સેવાઓ અને અન્ય વિભાગોના હાલના આશરે 4.69 લાખ કર્મચારીઓ છે અને આશરે 4.82 લાખ નિવૃત્ત કર્મચારીઓ છે. આ વધારો લાંબા સમયથી મોંઘવારીનો માર સહન કરી રહેલા આ તમામ લોકો માટે મોટી રાહત લાવશે.
નાણાં વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 1લી જુલાઈ 2025 થી 30મી સપ્ટેમ્બર 2025 સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની રકમ કર્મચારીઓને એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે.
આ નિર્ણયથી રાજ્ય સરકાર પર વાર્ષિક 1,932.92 કરોડ નો વધારાનો આર્થિક બોજ પડશે, જે પગાર, ભથ્થાં અને પેન્શન પેટે ચૂકવાશે. જ્યારે એરિયર્સની ચૂકવણી પેટે કુલ 483.24 કરોડની રકમ ચૂકવવામાં આવશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
