સાયક્લોન ‘વાયુ'નો ખતરો ટળ્યો નથી, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના
ચક્રવાતી તોફાન ‘વાયુ'નો ખતરો હજુ સંપૂર્ણપણે ટળ્યો નથી. એક વાર ફરીથી તેની દિશા શનિવારે કિનારાના વિસ્તારોથી સમુદ્રમાં પશ્ચિમ તરફ થઈ ગઈ છે.
ચક્રવાતી તોફાન 'વાયુ'નો ખતરો હજુ સંપૂર્ણપણે ટળ્યો નથી. એક વાર ફરીથી તેની દિશા શનિવારે કિનારાના વિસ્તારોથી સમુદ્રમાં પશ્ચિમ તરફ થઈ ગઈ છે. હવામાન વિભાગે આજે સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કિનારાના વિસ્તારોમાં તે પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે છેલ્લા 12 કલાકોમાં ચક્રવાત 'વાયુ'ની ગતિ ધીમી પડવા છતાં આને અતિ ગંભીર શ્રણીમાં ગણાવ્યુ છે.

સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના
જેનાથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દરેક સંભવિત ખતરા માટે સતર્ક છે. આજે પણ અહીં એલર્ટ યથાવત છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલ બુલેટિન મુજબ શનિવારે સાંજે ચાર વાગ્યા સુધી વાયુનો પ્રભાવ ક્ષેત્ર અરબ સાગરમાં પૂર્વોત્તર અને મધ્ય પૂર્વી ક્ષેત્રમાં દીવથી 445 કિમી પશ્ચિમમાં અને પોરબંદરથી 335 કિમી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમા સ્થિત હતુ, તે લગભગ છ કિમી પ્રતિ કલાકની ગતિથી કિનારાના વિસ્તારોથી સમુદ્રમાં પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે.
|
‘વાયુ' ના કારણે ચોમાસુ થયુ પ્રભાવિત
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ‘વાયુ' ના કારણે મુંબઈમાં દક્ષિણ પશ્ચિમ મોનસુન સાત દિવસ મોડો પહોંચશે. તે 20 જૂન આસપાસ મુંબઈ પહોંચશે.

વરસાદ માટે જોવી પડશે રાહ
તમને જણાવી દઈએ કે આ વખતે ચોમાચુ પહેલેથી જ 7 દિવસ મોડુ કેરળ પહોંચ્યુ છે. દર વર્ષે 1 જૂને કેરળ પહોંચતુ ચોમાસુ 8 જૂનના રોજ કેરળ પહોંચ્યુ છે. એવામાં અપેક્ષા હતીકે તે મહારાષ્ટ્ર 14-15 જૂન સુધી પહોંચશે પરંતુ હવે તેના મોડા થવાથી દુષ્કાળ પ્રભાવિત મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને એમપી જેવા રાજ્યોમાં વરસાદ માટે હજુ વધુ રાહ જોવી પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
