Cyclone Biporjoy Update : બિપોરજોય વાવાઝોડાના કારણે પશ્ચિમ રેલવેએ રદ્દ કરી વધુ સાત ટ્રેન
Cyclone Biporjoy Update : પશ્ચિમ રેલવે દ્વારા ગુરુવારની સાંજે ગુજરાત પર ત્રાટકે તેવી શક્યતા ધરાવતા ચક્રવાત બિપોરજોયની પૃષ્ઠભૂમિમાં સાવચેતીના પગલાં તરીકે ગંતવ્ય સ્થાન પહેલાં કેટલીક વધુ ટ્રેનોની સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે.
બુધવારના રોજ જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે, મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાત ત્રાટકવાની ધારણા બાદ સાત ટ્રેનો રદ કરવામાં આવી છે, ત્રણને તેમના ગંતવ્ય સ્થાન પહેલાં રોકવામાં આવશે. જ્યારે અન્ય ચાર ટ્રેનોને રોકી દેવામાં આવશે. તેમના નિશ્ચિત સ્ટેશનો સિવાયના સ્ટેશનો પરથી દોડે છે.

પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ચક્રવાતને કારણે 76 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે, 36 ટ્રેનોને તેમના ગંતવ્ય સ્થાન પહેલાં રોકવામાં આવશે, જ્યારે 31 ટ્રેનો તેમના નિર્ધારિત સ્ટેશનોને બદલે અન્ય સ્ટેશનોથી ચલાવવામાં આવશે.
અત્રે નોંધનીય બાબત છે કે, અરબી સમુદ્રમાંથી ઉછળેલું ચક્રવાત બિપરજોય ગુરુવારે સાંજ સુધીમાં મુખ્યત્વે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર પર ત્રાટકે તેવી સંભાવના છે.
વાવાઝોડું આવે ત્યારે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાને કારણે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દ્વારકા અને કચ્છના દરિયા કિનારા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આ દરમિયાન ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના 7 જિલ્લા અને 450થી વધુ ગામડાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે કચ્છ-સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે આવેલા 7 જિલ્લામાંથી 74,000થી વધુ લોકોને સ્થળાંતર કરીને આશ્રય ગૃહોમાં મોકલ્યા છે.
રાજ્યમાં NDRFની 19 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ વાવાઝોડાને કારણે કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ અને જૂનાગઢમાં નુકસાન થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
બિપોરજોયના જોખમને કારણે 9 રાજ્યો પણ એલર્ટ પર છે. જેમાં ગુજરાત, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવાનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
