Cyclone Biparjoy Update : ચક્રવાત બિપોરજોયને કારણે ઘણી ટ્રેન રદ્દ, જાણો સંપૂર્ણ યાદી
Cyclone Biparjoy Update : ચક્રવાત વાવાઝોડા બિપોરજોયને કારણે સહિત ઘણા રાજ્યોમાં સંપૂર્ણ વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. દરિયાકિનારાના વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. આ સાથે ઝડપથી પવન પણ ફૂંકાઇ રહ્યો છે. બિપોરજોય ચક્રવાત જખૌ બંદર પર ટકરાશે.
વાવાઝોડું તેનું ઉગ્ર સ્વરૂપ બતાવે તે પહેલા દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 74 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બિપોરજોય વાવાઝોડું ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેની ચેતવણી હવામાન વિભાગ દ્વારા સતત આપવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર સાથે NDRF અને SDRFની ટીમો દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે, જ્યારે ગુજરાતના 8 જિલ્લામાં આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ, NDRF, SDRF તૈનાત કરવામાં આવી છે.
NDRFની 42 ટીમો વિવિધ રાજ્યોમાં તૈનાત કરવામાં આવી છે. પીએમઓ, ગૃહ અને સંરક્ષણ મંત્રાલય પણ બિપોરજોય ચક્રવાતી તોફાનને લઈને ખૂબ સક્રિય છે. દિલ્હીમાં અનેક વોર રૂમ બનાવવામાં આવ્યા છે.
બીજી તરફ બિપોરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને રેલવેએ પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. રેલવેએ આજે 76 ટ્રેનો રદ્દ કરી છે, જ્યારે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. આવા સમયે, રેલવેએ વિવિધ જિલ્લાઓ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. આ સાથે રેલવેએ રાહત અને બચાવ કામગીરી માટે પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
આ અંગે રાજકોટ ડિવિઝનના ડીઆરએમએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આગામી થોડા દિવસો સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ચક્રવાતની અસર જોવા મળશે. આ દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યાના કિસ્સામાં, તમે 139 અથવા 0281-2410142 અને 9724094974 પર કોલ કરી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
