Cyclone Biparjoy Update : ચક્રવાત બિપોરજોયમાં થયેલા નુકસાનની ભરપાયી કરશે સરકાર, ફાળવશે 783 કરોડ રૂપિયા
Cyclone Biparjoy Update : ગુજરાત સરકાર દ્વારા સોમવારના રોજ જણાવ્યું હતું કે, સરકાર ચક્રવાત બિપોરજોયના કારણે ખેડૂતોના પાકને નુકસાન, બાગાયતી ખેતીના વૃક્ષ અને માલ-ઢોરના નુકસાન માટે ભરપાયી કરશે. પ્રાથમિક સર્વેમાં સામે આવ્યું છે કે, રાજ્યમાં પાવર ઇન્ફ્રાસ્ટ્રકચરને અંદાજે 783 કરોડનું નુકસાન થયું છે.
ચક્રવાત બિપોરજોય બાદ ગુજરાતમાં ધીમે ધીમે જનજીવન પાટા પર આવી રહ્યું છે. આવા સમયે મે 2021 પછી, સરકારે ગયા અઠવાડિયે આવેલા બીજા વાવાઝોડાથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવાનું શરૂ કર્યું છે.

ગાંધીનગરમાં કેબિનેટની બેઠક બાદ ગુજરાતના આરોગ્ય પ્રધાન અને સરકારના પ્રવક્તા હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં વિવિધ ટીમો મોકલવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, સર્વે રિપોર્ટ મળ્યા બાદ રાજ્ય સરકાર ખેડૂતો અને પશુપાલકોને નુકસાન માટે વળતર આપશે.
હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રારંભિક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, ચક્રવાત બિપોરજોયને કારણે ગુજરાતના વીજળી માળખાને આશરે રૂપિયા 783 કરોડનું નુકસાન થયું છે, જ્યારે 15 જૂનના રોજ દરિયાકાંઠે આવેલા ચક્રવાતને કારણે 6,486 ગામડાઓ વીજળી વિહોણા છે.
તેમણે માહિતી આપી હતી કે, 5,753 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને બાકીના ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલુ છે.
હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 1,320 પશુઓ અને 1,900 મરઘાં પક્ષીઓ ચક્રવાત સંબંધિત વિવિધ ઘટનાઓમાં મૃત્યુ પામ્યા છે, જેમાં વીજળી પડવા અને વૃક્ષો ધરાશાયી થવાનો સમાવેશ થાય છે. તેમણે માહિતી આપી હતી કે 1,129 પશુઓના મૃત્યુ માટે વળતર તરીકે રૂપિયા 1.62 કરોડની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય પાત્ર પશુધન માલિકોને વળતરની રકમ ટૂંક સમયમાં આપવામાં આવશે.
હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રારંભિક મૂલ્યાંકન મુજબ, કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લામાં ચક્રવાત દરમિયાન 53,000 હેક્ટરમાં ફેલાયેલા 14,800 ફળ ધરાવતાં વૃક્ષો ભારે પવનને કારણે ધરાશાયી થયા હતા.
તેમણે અદ્યતન ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનિંગ અને લેન્ડફોલ પહેલા સંવેદનશીલ વિસ્તારોમાંથી લગભગ એક લાખ લોકોને સ્થળાંતર કરવા બદલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટાફનો આભાર માન્યો હતો અને ઉમેર્યું હતું કે, રાજ્યમાં ચક્રવાતને કારણે કોઈ માનવ જીવનનું નુકસાન થયું નથી.
ચક્રવાત બિપોરજોય બાદ ગુજરાતમાં ધીમે ધીમે જનજીવન પાટા પર આવી રહ્યું છે. ગાંધીનગરમાં કેબિનેટની બેઠક બાદ ગુજરાતના આરોગ્ય પ્રધાન અને સરકારના પ્રવક્તા હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં વિવિધ ટીમો મોકલવામાં આવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
