CRS Portal : ૧ સપ્ટેમ્બરથી રાજ્યમાં જન્મ-મરણની નોંધણી CRS પોર્ટલ પર ફરજીયાત
CRS Portal : રાજ્યમાં જન્મ અને મરણની નોંધણી માટેની પ્રક્રિયામાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી જે કામગીરી રાજ્યના આરોગ્ય વિભાગની E-olakh Application પર થતી હતી, તે હવેથી કેન્દ્ર સરકારના CRS (Civil Registration System) Portal પર કરવામાં આવશે.
આ નવો નિયમ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી લાગુ પડશે અને પોર્ટલ બપોરે ૧૨:૦૦ કલાકથી કાર્યરત થશે.

આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે. આ પોર્ટલ પર જન્મ અને મરણની નોંધણી વધુ સરળતાથી કરી શકાશે. આ નવા પોર્ટલને સુચારુ રીતે લાગુ કરવા માટે મોટા પાયે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા અને મહાનગરપાલિકાના જન્મ-મરણ રજિસ્ટ્રારશ્રીઓને રાજ્ય કક્ષાએથી CRS પોર્ટલની ખાસ તાલીમ અપાઈ છે.
મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની સરકારી અને ખાનગી હોસ્પિટલોના સ્ટાફને પણ આ પોર્ટલનો ઉપયોગ કરવા માટે તાલીમ આપવામાં આવી છે.
આ પોર્ટલને લગતી કોઈપણ સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકારની ટીમ સતત ડિજિટલ માધ્યમથી દેખરેખ રાખશે અને ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન કરશે.
તમામ શહેરી વિસ્તારની હોસ્પિટલોનું CRS પોર્ટલ પર મેપિંગનું કામ ઝડપથી પૂરું કરવા માટે સંબંધિત રજિસ્ટ્રાર કચેરીઓ ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ પણ ચાલુ રહેશે. આ નિર્ણયથી નિર્ધારિત સમયમર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરી શકાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
