જેલ સુરંગ કેસ: પોલીસની જેલકર્મીઓ પર પણ નજર

આ કેસની તપાસ કરી રહેલી 'ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ' (ડીસીબી)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 'બે મહિનાથી કોઇને ખબર ના પડી કે સુરંગ ખોદવાનું કામ ચાલી રહ્યું છે. સામરબતી જેલમાં અધિકારીઓ દ્રારા રાબેતા મુજબ કરવામાં આવતા પેટ્રોલિંગ અને વહિવટીતંત્રમાં કંઇક કચાસ રહી હશે જે અંગે અમે તપાસ કરી રહ્યાં છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિરિયલ બોમ્બ ધમાકાના કેસમાં સાબરમતી જેલમાં બંધ 14 કેદીઓએ જેલમાં નાસી છૂટવા માટે 18 ફૂટ લાંબી સુરંગ ખોદી હતી. સુરંગ હજુ લાંબી ખોદવાની હતી પરંતુ રવિવારે રાત્રે જેલ અધિકારીઓને તેમના કાવતરાની જાણ થઇ ગઇ.
અધિકારીઓનું કહેવું છે કે અને આ અંગે શોધ કરવા માટે રજિસ્ટરની તપાસ કરીશું કે સિરિયલ બોમ્બ ધમાકાના આરોપીઓને મળવા માટે કોણ-કોણ આવતું હતું. તેમને એ પણ કહ્યું હતું કે લોખંડનો સળિયો, ધારદાર વાસણો, ધારદાર એસ્બેસ્ટસ શીટ વગેરે કેદીઓના હાથમાં કેવી રીતે આવી.
અધિકારીઓએ કહ્યું હતું કે સિરિયલ બોમ્બ ધમાકાના 68 આરોપીઓમાંથી 14ને 'છોટા ચક્કર' બેરકમાં રાખવામાં આવ્યાં છે. જો કે બાકીના આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. કડક સુરક્ષાવાળા વિસ્તારમાં સીસીટીવી કેમેરાનો ઉપયોગ ન કરવા અંગે તપાસ અધિકારીઓ આશ્વર્યમાં છે. ક્રાઇમ બ્રાંચ આરોપી સાથે પોતાની ઓફિસમાં પૂછપરછ કરશે જેના માટે તેમને સીઆરપીસીની કલમ 268 હટાવવી પડશે.
અધિકારીઓએ કહ્યું હતું કે 'અમારે સીઆરપીસીની કલમ 268 દૂર કરવી પડશે જેથી આરોપીને પોતાની ઓફિસમાં લાવીને પૂછપરછ કરી શકાય. આરોપીઓને વારાફરતી લાવી શકાય છે કારણ કે તેમને એકસાથે લાવવામાં ઘણી મુશ્કેલીઓ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ બેરેકની દીવાલ અને જેલની મુખ્ય દીવાલ વચ્ચેના મોટા મેનહોલમાંથી સુધી પહોંચી જેલમાંથી ઉડન છૂ થઇ જવા ઇચ્છતા હતા. જો તેઓ આ સુરંગને ૮૦થી ૧૦૦ ફૂટ વધુ ખોદવામાં સફળ રહ્યા હોત તો તેઓ ચોક્કસપણે નાસી ભાગવામાં સફળ રહ્યા હોત.
ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ૧૯૭૬માં આ જ મેનહોલનો ઉપયોગ કરી ચાર કેદીઓએ નાસી છુટવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ ચોથા આરોપીએ ભાંડો ફોડી નાંખતા તેઓ પકડાઈ ગયા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
